પ્રશ્ન ઃ શુ વિચારને કોઇની ઉર્જાથી સમર્થ બનાવી તેને વાસ્તવિક્તામાં નિશ્ચિત કરી શકાય?
સદ્્્ગુરુ- લોકો તેમના જીવનમાં વેપાર વૃદ્ધિ, મકાન બાંધવા કે અન્ય કાંઇ પણ માટે અપેક્ષા રાખતા હોય છે ત્યારે તેમને મારે આ જોઇએ તેવો વિચાર આવતો હોય છે. એક વખત આવો વિચાર આવે તે સાથે મોટાભાગના લોકો તે દિશામાં તેમની ઉર્જા અને કામગીરીને કેંદ્રીત કરી કામ કરવા લાગતા હોય છે. જો તેમની કામગીરી પર્યાપ્ત મર્મ ભેદી તથા તીક્ષ્ણ હોય છે તો તેમના વિચારો વાસ્તવિક બનતા હોય છે જગતમાં મોટાભાગના લોકો માટે કાર્યરત બનવાનો આ રાબેતા મુજબનો માર્ગ છે પરંતુ લોકો તેમના વિચારમાં ચોક્કસ સ્વરૂપે ઉર્જાને કેમ ઉમેરવી અથવા વિચારને સમર્થ કેમ બનાવવા તે જાણતા હોતા નથી.
આમ છતાં જો તમારામાં તમારી ઉર્જામાં ભૌતિક શરીરથી પણ આગળ કેટલીક ગતિવિધિ હલન ચનલનની ક્ષમતા હોય અને જો આવી ગતિવિધિ જાગૃત પ્રક્રિયા બનતી હોય તો તમે એક સ્થળે બેસીને તમારી ઉર્જાને અન્ય ક્યાં જવા દઇ શકો છે. આમ છતાં જો તમે તમારી પોતાની આજીવન ઉર્જા ઉપર પ્રભુત્વ મેળવ્યા વિના આવી ક્ષમતા મેળવો છો તો તમે ઉર્જાને સ્વયંમાં પાછી કેવી રીતે ખેંચવી તે કદાચ તમે ના પણ જાણી શકો.
તમે તમારૂં જીવન પણ આ રીતે જ ગુમાવો છો. તમે જોશો કે કોઇની ઇચ્છા ચોક્કસ હદથી આગળ હોય તો તેઅો યુવાનીમાં જ મૃત્યુ પામશે મોટાભાગના લોકોની ઇચ્છાઅો ચંચળ હોય છે. તેઅો આજે કાંઇક ઇચ્છતા હોય તો કાલે કાંઇક બીજું જ ઇચ્છતા હોય. તેમની ઇચ્છાઅો બદલાતી રહેતી હોય છે જો કોઇની ઇચ્છા કશાક માટે પ્રબળ જ હોય તો પેલું કાંઇક થાય કે નહીં આવા લોકો યુવાન જ મરતા હોય છે. જો પેલું કાંઇક થાય તો તે યુવાન જ મરતા હોય છે કારણ કે તેમને તેમની ઉર્જાઅોને અન્યત્ર વાળતા આવડે પરંતુ ઇર્જાને પાછી ખેંચી અને કામ કરવાની કળા તેઅો જાણતા નથી.
વિચારો એ પોતે જ એક ઉર્જા અને પરાવર્તન સ્વરૂપ છે. તમે ઉર્જા વિના વિચારને જન્માવી શકો નહીં આવું જ છે કારણ કે તેમ એવી આડેધડ રીતે થતું હોય છે કે તેને આપમેળે નિશ્ચિત કરવાની જરૂરી ઉર્જા હોતી નથી. તમે તમારી વિચાર પ્રક્રિયા દ્વારા કોઇને મારી શકો તેટલી હદની ઉર્જા જન્માવી શકો છો જ્યારે તમારૂં મગજ કોઇ એક જ બાબતે કેંદ્રિત થાય છે ત્યારે તે અત્યંત શક્તિશાળી સાધન બની રહે. કમનશીબે મોટાભાગના સમયમાં મગજનું આવું એક કેંદ્રીપણું સકારાત્મક નહીં પરંતુ નકારાત્મકપણે જ થતું હોય છે ગુસ્સા અને કામવાસના સભર મગજ એક કેંન્દ્રી હોય છે. અને આથી જ ભારતીય સંસ્કૃતિમાં બાળકોને ચેતવવામાં આવતા હોય છે કે જ્યારે તમે ગુસ્સે થાવ ત્યારે કોઇના માટે કાંઇ નકારાત્મક ના બોલો કારણ કે ગુસ્સાથી તમારૂં મગજ એક કેંદ્રી બન્યું હોય છે તેથી તે સહેલાઇથી પોતાને આપમેળે જ નિશ્ચિત બનાવે છે.
ચાલો આપણે વિચાર જન્માવવાની પ્રક્રિયા ઉપર નજર માંડીએ. શું તમારા વિચાર જાગૃત છે કે પછી તમારામાં ઘટેલી લાખો બાબતોનું પરિણામ છે? જ્યારે તમારી વિચાર પ્રક્રિયા બિનજાગૃત છે ત્યારે મોટાભાગના સમયમાં તે માનસિક અતિસાર જેવી છે. તેના ઉપર કોઇ નિયંત્રણ હોતું નથી. તે (વિચાર પ્રક્રિયા) થતી જ રહે છે કારણ કે અગાઉથી ઘણું બધું ભરેલું છે. આ એક એવી પ્રક્રિયા સમાન છે કે જ્યારે તમે પેટમાં જેટલો ખરાબ આહાર ઠાલવતા હો તો તમને અતિસાર ચાલુ જ રહેતો હોય છે. જ્યારે તમને માનસિક અતિસાર થયો હોય ત્યારે તમે તેને વિચાર તરીકે અોળખાવી ન શકો.
એક મહિલાએ એક વખત થોડા મિત્રોને રાત્રિભોજન માટે બોલાવ્યા મહિલાએ મિત્રોને ભોજન પીરસ્યા પછી પોતાની છ વર્ષની પુત્રીને કહ્યું તું શા માટે ઇશ્વર સ્તુતિ કે ઉપકાર વચન બોલતી નથી?
મહિલા પોતાની પુત્રીને વિશેષ દર્શાવવા માંગતી હતી. પુત્રીએ કહ્યું કે તેણીને ઇશ્વર સ્તુતિકે ઉપકાર વચન બોલાવાનું આવડતું નથી. માતાએ જવાબ આપ્યો કે મમ્મી જે કહે છે તે ફરીથી બોલ. પેલી બાળાએ ભાવભેર માથું નમાવ્યું બે હાથ જોડ્યા અને પછી બોલી મેં આ બધાને રાત્રિભોજન માટે કેમ બોલાવ્યા? આવું જ તમારી સાથે થતું હોય છે. તમે ધ્યાન કરવા માંગો છો શું તમારૂં મગજ ઘણી બધી વાતો કરતું નથી?
જો તમારે બ્લેકબોર્ડ ઉપર કાંઇ લખવું હોય તો પહેલાં તમારે બ્લેક બોર્ડને સાફ કરવું પડે અને તે પછી જ તમે સ્પષ્ટ રીતે લખી શકશો. જો બ્લેકબોર્ડ ઉપર ઘણાબધા લખાણની હાજરી હોય અને પછી તમે તેમાં વધુ કાંઇ લખશો તો તમે શું લખ્યું તે કોઇ અલગ તારવી શકશે નહીં અને થોડા વખત પછી તો તમને પણ તમે શું લખ્યું તેની ખબર પડશે નહીં. આથી જ તમારે તમારી જગ્યા પહેલાં સાફ કરવી રહી તે પછી જ તમે જાગૃત પણે કોઇ વિચાર જન્માવી શકશો. જો લોકોએ તેમની જગ્યા (મગજ) સાફ કરીને કોઇ વિચાર જન્માવ્યો હશે તો આવા વિચારનું મહત્વ છે કારણ કે તે જાગૃત પણ જન્મેલો છે. એક આવા જાગૃતપણાનો વિચાર સ્પષ્ટતા સાથેનો હોય છે ત્યારે તેમાં ઉર્જા ભળી શકતી હોય છે. જો તમે જાગૃતપણે તમારા મગજમાં આવો એક કેંદ્રી િવચાર જન્માવ્યો હશે તો તે જગમાં પોતાનો માર્ગ ખોળી લેશે.
તેટલું જ નહીં તે આપમેળે સ્વભાવિકપણે પોતાને નિશ્ચિત પણ કરી લેશે અને જો તમારામાં તમારી ઉર્જા ઉપર થોડુંક પણ નિયંત્રણ હશે તો તમે તેને વધુ આમળી શકશો.
– Isha Foundation