પ્રશ્ન ઃ આપણે આપણામાં આધ્‍યા‌ત્‍મિક પ્ર‌ક્રિયાને પૂર્ણસ્‍વરૂપમાં કેવી રીતે સ્‍વીકાર થવા દઇ શકીએ અને જો કોઇક રીતે તે ના થાય તો ‌બિનજાગૃતપણે આપણે શું કરતા હોત ?
સદ્દગુરુ ઃ તમારામાં કઇ આડશ કે વાડાબંધી હોઇ શકે ? તમારી મુખ્‍ય મુશ્‍કેલી તે છે કે તમારા ‌વિચારો લાગણીઓ ‌સિદ્ઘાંતો અને હુું તરીકે તમે ‌વિચારેલા અને તમને વ્‍ય‌ક્તિ બનાવતા અન્‍ય તમામ પ‌રિબળોને તમે વધુ પડતું મહત્ત્વ આપો છો. તમે આવા પ‌રિબળોને અત્‍યંત મહત્ત્વનાં બનાવી દો છો કારણ કે આ તેવા પ‌રિબળો છે જે તમારા વ્‍ય‌ક્તિત્ત્વને ઘડે છે.
તમારી પસંદગી અને નાપસંદગીએ મૂળભૂત બાબત છે. તે ‌સિવાયનું બધું જ ઉક્ત પ‌રિબળ આધા‌રિત છે. તમારી સાથે કોણ હોવું જોઇએ અને કોણ ના હોવું જોઇએ, તમારે કયો ખોરાક ખાવો અને કયો ખોરાક ના ખાવો. તમારે કયાં જવું અને કયાં ના જવું કે કયા ‌વિચારો તમારે પસંદ કરવા અને કયા પસંદ ના કરવા તે બધું જ મૂળભૂત રીતે પસંદગી અને નાપસંદગીમાં સમા‌વિષ્ટ છે. જો આ એક બાબતે તમે હટાવી લો તો તમારામાં આધ્‍યાત્‍મિક પ્ર‌‌ક્રિયા ધીમે ધીમે નહીં પરંતુ ‌વિસ્‍ફોટની રાહે આવી પડશે.
આ પ‌રિ‌સ્‍થિ‌તિને પામવા બે માર્ગ છે. જે પૈકીના એક માર્ગે અ‌‌‌િસ્‍તત્‍વમાંના કોઇપણ – તમારા કામ, તમારી પત્‍ની, તમારા બાળકો, પ‌તિ તમારો શ્‍વાન, તમારી માતા, તમારા ભગવાન કે તમારી શૌચ‌ક્રિયાને પણ – પ‌વિત્ર માનો. અને બીજો માર્ગ છે. આ તમામને મુર્ખામી ગણવામાં તમારા ભગવાન, તમારું મગજ શરીર, આધ્‍યા‌ત્‍મિકતા અને ધ્‍યાન યોગ પણ આવી જાય છે. આ બંને માર્ગો અદ્દભૂત બની રહેશે.
હાલમાં તમારી મુશ્‍કેલી, આ સારુ કે પ‌વિત્ર અને આ ખરાબ કે મૂર્ખામી સંબં‌ધિત છે. હાલમાં તમે ખોવાયેલા છો. ‌જિંદગી આવી રીતે કામ કરવાની નથી. કોઇ ‌વિકાસ પણ થશે નહીં. તમારા કર્મનો પાયો કે આધાર તમારી પસંદગી અને નાપસંદગી છે અને તમારી પાસે આ જ એક બંધન છે. જ્યારે તમે આને પ્રેમ અને બીજાને ‌ધિક્કારના તબક્કામાં હો છો ત્‍યારે તમે બેવડાપણાને પ્રસ્‍થા‌પિત કરો છો. જ્યારે તમારામાં એવું બેવડાપણું પ્રસ્‍થા‌પિત થાય છે ત્‍યારે આધ્‍યા‌ત્‍મિકતાને અવકાશ રહેતો નથી કારણ કે યોગનો અર્થ જ એકતા કે એકાકાર થાય છે. જો તમે આ ભાગને પસંદ નથી કરતા તમે સર્વનો સમાવેશ કરનારા કે સૌને સ્‍વાર્થ રાખનારા કેવી રીતે બનશો ? આ તો સ્‍વયંને પરા‌‌જિત કરનારી પ્ર‌ક્રિયા છે. તમારે તેના ઉપર કામ કરવાનું છે. પસંદગી નાપસંદગી જેવું કાંઇ છે જ નહીં. બધું જ સારું કે પ‌વિત્ર અથવા ખરાબ કે મૂર્ખામી છે અને તમારે કયા માર્ગે જવું છે ? તે તમારે નક્કી કરવાનું છે.
જ્યારે તમે બધી જ બાબતો કે પ‌રિબળોને પ‌વિત્રરૂપે નીહાળો છો ત્‍યારે બધું જ સરળ બની રહેતું હોય છે જ્યારે બધાને ‌તિરસ્‍કાર થી જોવામાં આવે તો તેનાથી એક અલગ જ પ્રકારની તાકાત ઉદ્દભવતી હોય છે. ભારતમાં યોગીઓની એક મોટી જમાત નાગા બાવા તરીકે ઓળખાય છે. તેમાં બે પ્રકાર હોય છે. એક વર્ગના નાગાબાવાઓ તમામને પ‌વિત્રરૂપે જોતા હોય છે. તેમણે પ‌ર્વત, પુરુષ, મ‌હિલા, પ્રાણી કે અન્‍ય કોઇ પણ જોયું હોય તો તમામમાં તેમને શીવ જ દેખાતા હોય છે. બીજા વર્ગમાં નાગા બાવાઓમાં ઝનૂન, ગુસ્‍સો જોવા મળતો હોય છે. સામાન્‍યતઃ નાગા બાવાઓની જમાત ઝનૂન અને ગુસ્‍સાવાળી હોય છે. તેઓ ‌નિર્વસ્‍ત્ર સંન્‍યાસીઓ છે. જો કા‌તિલ ઠંડી હોય તો નાગાબાવાઓ કામળી કે અન્‍ય ઓઢણું ઓઢશે પરંતુ સીલાઇ કરેલા કપડાં પહેરશે નહીં. આ વર્ગ તમામ બાબતોને ભારોભાર ‌તિરસ્‍કારથી ‌નિહાળે છે. જો તમે તેમની હાજરી કે આગળ ભૂલથી પણ ખોટું ડગલું માંડી બેઠા હો તો તે તમને ગંદી ‌તિરસ્‍કૃત ભાષામાં સંબોશધશે. તેઓ શીવ માટે પણ આવો ભાષાપ્રયોગ કરી શકે છે. જેવા છે તેવા તેઓ છે, પરંતુ તેઓમાંનો એક ર્વગ તમામ બાબતોને પ‌વિત્ર ગણે છે. આ બંને ર્વગ અદ્દભૂત અસર છોડતા હોય છે.
જો તમે દરેક બાબતને પ‌વિત્ર તરીકે ‌નિહાળવાનો માર્ગ અપનાવો છો તો તમે તમારી જાતને દરેક બાબતોને સમ‌ર્પિત કરો છો. તમે દરેક બાબતને ‌દિવ્‍ય તરીકે ‌નિહાળો છો તો પછી કયું કયાંથી સારું, બીજાથી શું મહત્ત્વનું તેવા પ્રશ્નો ઉદ્વભવતાં જ નથી. તમારે તમારી જાતને દરેકને સમ‌ર્પિત કરવાની છે.
દરેક બાબત પ‌વિત્ર અને દરેક બાબત મુર્ખામી એવા બે માર્ગ વચ્‍ચેનો તફાવત તે છે કે જો તમે દરેક પ‌વિત્ર નીહાળતા હો તો તમે તમારા જીવનમાં અભૂતપૂર્વ પ્રમાણની પ્રવૃ‌ત્તિને પામશો અને જો દરેકને મૂર્ખામી જ ગણશો તો આકરો પરંતુ ઝડપી માર્ગ છે. જોકે પ્રવર્તમાન સામા‌જિક પ‌રિ‌‌સ્‍થિ‌તિમાં તમે આમ કરી શકતા નથી. તમારે કોઇને કોઇ તબક્કે તમારી જાતને પાછી ખેંચવી જ પડવાની. આવા સંજોગોમાં તમને જેમ માફક આવે તમે કરો. તમે દરેકને પ‌વિત્ર કે દરેકને મૂર્ખામી ગણો, તેમાં પસંદગી કે નાપસંદગી જવું હોતું નથી આ તો એક સાધન કે માધ્‍યમ છે.
જો તમે એક બાબતને પ‌વિત્ર અને અન્‍યને ગંદકી કે અ‌‌‌‌શ્‍લિલ ગણતા હો, પરંતુ જ્યાં સુધી તમે આધ્‍યા‌ત્‍મિક પ્ર‌ક્રિયા ચાલુ છે ત્‍યાં સુધી તમે સુગંધીદાર અગરબતીની માફક ધીમે ધીમે મહેક પ્રસરાવતા અને સળગતા જ રહેશો. જો તમે પસંદગી-નાપસંદગીને છોડી દેશો તે પછી આધ્‍યા‌ત્‍મિક પ્ર‌ક્રિયા આતશબાજી ચાલુ જ રહેશે. – Isha Foundation