સલમાન ખાનની દબંગ ૩ ધમાકેદાર હોવાની ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મ સાથે હવે પ્રિટી ઝિન્ટાનું નામ પણ જોડાઇ ગયું છે. વાસ્તવમાં પ્રિટીએ ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટપર એક તસવીર શેર કરી છે. જેમાં તે સલમાન સાથે મહિલા પોલીસના યુનિફોર્મમાં જોવામળે છે. સલમાન પણ પોલીસ ચુલબુલ પાંડેના પોશાકમાં જોવા મળી રહ્યો છે. આ સાથે પ્રિટીએ કેપ્શન લખ્યું છે કે, આ હેલોવીનમાં યૂપીમાં કોઇ વિશેષ વ્યક્તિને મળી હતી. બોલો એ કોણ હશે. વિચારો અને કહો.
દબંગ ૩, પોલીસ અને સરપ્રાઇઝ એમ પણ તેણે પોતાના ચાહકોને ઉદેશીને લખ્યું છે.આ તસવીર જોયા પછી લોકો અટકળ બાંધી રહ્યા છે કે, દબંગ ૩ નો હિસ્સો પ્રિટી ઝિન્ટા હોવી જોઇએ. આ ફિલ્મ દ્વારા મહેશ માંઝરેકરની પુત્રી સાઁઇ માંજરેકર બોલીવૂડમા ડેબ્યુ કરી રહી છે. જ્યારે સાઉથનો સુપરસ્ટાર કિચ્ચા સુદીપ આ ફિલ્મ દ્વારા બોલીવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે. ઉપરાંત સોનાક્ષી સિંહા, અરબાઝ ખાન અને વિનોદ ખન્નાનો ભાઇ પ્રમોદ ખન્ના જોવા મળશે.