Bollywood actor Salman Khan speaks during a press conference ahead of the 20th International Indian Film Academy (IIFA) Awards in Mumbai on September 5, 2019. (Photo by Punit PARANJPE / AFP) (Photo credit should read PUNIT PARANJPE/AFP via Getty Images)

સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ દબંગ 3 ને રિલીઝ થવામાં હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે. આ પહેલા આ ફિલ્મ લોકોના રોષનો શિકાર બની છે. સોશિયલ મીડિયા પર લોકો દબંગ 3 નો વિરોધ કરી રહ્યા છે અને તેને બાયકોટ કરવાની માંગ કરી રહ્યા છે. ‘દબંગ 3’, ના ટાઇટલ સોંગમાં ‘હુડ હુડ દબંગ’ માં કેટલાક સંત સંતો પણ સલમાન સાથે નાચતા જોવા મળ્યા છે, લોકોને સાધુઓ ડાન્સ કરવાનું પસંદ નથી. લોકો આ ગીતની સાથે સાથે ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે, તેમના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે. જો તમે ‘હુડા હુડ દબંગ’ ગીત જોયું હશે તો તમે નોંધ્યું હશે કે આખા ગીતમાં સલમાનની પૃષ્ઠભૂમિમાં સાધુ સંત હાથમાં ગિટાર લઈને નાચતા હોય છે. ગીતની વચ્ચે ત્રણ ભગવાન, શિવજી, રામ અને કૃષ્ણ જી પણ બતાવ્યા છે. આ બાબતો અંગે લોકોએ ટ્વિટર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.