પ્યાર કરો ના બાદ સલમાન ખાન હવે પોતાનું નવું એક સોન્ગ તેરે બિના રિલીઝ કરવા જઈ રહ્યો છે. જેમાં સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડિસ જોવા મળશે. અત્યારે સલમાન ખાન લોકડાઉન દરમિયાન પોતાના પનવેલવાળા ફાર્મહાઉસ પર રહી રહ્યો છે અને તેની સાથે જેકલીન, યૂલિયા વંતૂર, આયુષ શર્મા અને તેની ફેમિલી ઉપરાંત પણ કેટલાક લોકો રહી રહ્યા છે.
વલૂશાએ આ સોન્ગ માટે સલમાન અને જેકલીનનો ઈન્ટરવ્યૂ લીધો હતો. જેમાં તેમણે આ સોન્ગ વિશે જણાવ્યું છે. સલમાને પોતાના આ સોન્ગ વિશે જણાવતા કહ્યું કે, આ સોન્ગ ઘણા સમયથી મારા મગજમાં હતું અને પછી મને વિચાર આવ્યો કે તેને અત્યારે જ રિલીઝ કરી દઈએ. સલમાને ઈન્ટરવ્યૂમાં કહ્યું કે આ એવું સોન્ગ છે કે જે કોઈ પણ ફિલ્મમાં ફિટ નથી થઈ શકે તેમ. તેથી તેમણે તેને અલગથી રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. જેકલીને કહ્યું કે આવા કોઈ સોન્ગને શૂટ કરવા માટે પહેલા ઘણા બધા લોકોની જરૂર પડતી હતી પરંતુ આ સોન્ગ માટે ફક્ત ત્રણ લોકોએ જ બધુ જ કામ કર્યું છે. હું ખુદ સોન્ગને ગાવાની સાથે સાથે લાઈટ વગેરે ચેક કરવાનું કામ પણ કરતી હતી.