પ્રશ્ન ઃ નેતાગીરીમાં આધ્યાત્મિકતા દાખલ કરવાનું મહત્ત્વનું શા માટે?
સદગુરુ ઃ છેલ્લા પાંચ હજાર વર્ષમાં આ દેશમાં અસામાન્ય ક્ષમતા અને શક્તિવાળા પ્રખર વિદ્વાન યોગીઓ અવતર્યા છે અને તેમાંના ઘણા બધા વિષે તમે સાંભળ્યું પણ નહીં હોય. આ બધા અવતારી પુરુષોએ આ આધ્યાત્મિક કલ્યાણના સંદર્ભમાં તેમની આસપાસના લોકો માટે જે કાંઇ થઇ શકતું હતું તે બધું જ કર્યું હતું. આ બધા મહાત્માઓએ અલગ અલગ રીતે તેમની ઉર્જાને કામે લગાડીને લોકોએ જેની કલ્પના પણ નહીં કરી હોય તેવા ઉદ્દાત કાર્યો કર્યા હતા.
સામાજિક વાસ્તવિકતા અને સામાજિક પરિસ્થિતિ પરિવર્તન વાત છે ત્યાં સુધી ગૌતમ બુદ્ધ, અતડા થઇને સંસાર ત્યાગ કરી ગયા હતા. એવું નથી કે, ગૌતમ બુદ્ધ તેમના સમયના કે અગાઉના અન્યોથી વધારે દિવ્યદૃષ્ટિને પામ્યા હતા. તેઓ તેમના જીવનમાં, ભાષા કે આધ્યાત્મિક જ્ઞાનમાં એટલા બધા પ્રખર પણ ન હતા, તેઓ તો સીધે સીધા અને નાકરી દાંડીએ ચાલવાવાળા હતા આમ છતાં આ દિવ્યાત્માએ આવું પ્રચંડ મોજું કેવી રીતે જન્માવ્યું કે જે હજુ પણ પ્રસરેલું છે ? આમ તે કારણે થયું કે, સમ્રાટ અશોક અને તેમનો પરિવાર તેમના (ગૌતમ બુદ્ધ) અનુયાયીઓ થયા પરિણામે સમગ્ર સામ્રાજ્યની વ્યવસ્થા આધ્યાત્મિક પ્રક્રિયાના પ્રસારમાં માધ્યમ બની.
સામાજિક સામર્થ્ય એ એક બાબત છે અને સામાજિક વાસ્તવિકતા એ બીજી વાત છે જ્યારે જગતની ભૌતિકતાને અલગથી જ પાર પાડવાની જરૂર પડતી હોય છે. જો તમે ઇચ્છો કે, આ જગતમાં કાંઇક એવું જોઇએ અને જો તમે અહીં બેસી ધ્યાન ધરો તો તમારી ગુણવત્તા અવશ્ય સુધરશે અને તેના કારણે જગતની ગુણવત્તા પણ સુધરશે. પરંતુ જો તમારે તમારા જીવનકાળમાં કાંઇક થાય તેની ઇચ્છા હોય અને જગતમાં નાટ્યાત્મક ફેરફારની પણ ઇચ્છા હોય તો નેતાગીરીમાં જ કાંઇક બદલાવું જોઇએ.
હાલમાં રાજકીય, લશ્કરી કે આર્થિક નેતાગીરી માત્ર ને માત્ર વિજેતા બનવાનું જ વિચારતી હોય છે. દરેક નેતા બીજા ઉપર વિજય મેળવવા મથે છે, વધુ ને વધુ લોકોને ટેકનોલોજીથી સશક્ત બનાવાય છે તેમ તેમ તમે વધુ ને વધુ એલેકઝાન્ડરો જ પેદા કરશો. તે એક મુર્ખ હતો જે મુર્ખે પોતાનો જાન ગુમવ્યો હતો. હું નથી જાણતો કે કેટલા હજારો લોકોને તે મુર્ખે મારી નાંખ્યા અને આ જગતમાં કેટલા હજારોને વણ કહી યાતના સાંપડી. આમ છતાં તે એલેકઝાન્ડર મહાન કહેવાયો હું તેમાં એક ત્રીજું નામ ઉમેરવા માંગું છું અને તે એલેકઝાન્ડર મહાન મુર્ખ, કારણ કે તે એક એવો માણસ હતો, જેણે પોતાની જિંદગી પણ બગાડી હતી. એલેકઝાન્ડરે 16 વર્ષની નાની ઉંમરથી લડવાનું શરૂ કર્યું અને બીજા 16 વર્ષ તે અવિરત લડાઇઓ લડતો રહ્યો અને તેની આડે આવનારા હજારો લોકોની હત્યા કરી હતી. માત્ર 32 વર્ષની વયે એલેકઝાન્ડર ખરાબ રીતે મૃત્યુ પામ્યાં અને ત્યારે તે અડધા જગતને જીતી શક્યો હતો, બાકીનું અડધું જગત તો જીતવાનું બાકી જ રહ્યું હતું. એક મુર્ખ માણસ જ આવી રીતે 16 વર્ષ સુધી લડ્યા કરે. આજે ટેકનોલોજી તમામ પ્રકારના મુર્ખોને બનાવી રહી છે. જો તમે થોડાક સેંકડો જ મહાન એલેકઝાન્ડરો પેદા કરો તો શું થાય તેનો વિચાર તો કરો. અને તે દિવસો દૂર નથી કે હાથમાં લેપટોપ રાખીને કોઇ સુપરપાવર બની બેસે. તમારે શક્તિશાળી થવા ગનની જરૂર નથી. જો તમે જે તે સાધનનો કેવો ઉપયોગ કરવો તે જાણતા ના હોય તો તેવા એકાદા હાથવગા શસ્ત્રથી પણ તમે સુપર પાવરફુલ બની શકો છો.
આવી ટેકનોલોજીકલ વાસ્તવિકતાના કાળમાં નેતાગીરીમાં કેટલોક બદલાવ આવે તે જરૂરી છે. જો આમ નહીં થાય તો સમગ્ર જગતે તેન કિંમત મોટા પાયે ચુકવવી પડશે. અને આપણે હાલમાં આ કિંમત ચુકવી જ રહ્યા છીએ. જો તમે થઇ રહેલા હવામાન ફેરફારો, તમારી સમક્ષ મુકાતા વિભિન્ન પ્રોજેકશનો, દુનિયામાં ઘટી રહેલી ઘટનાઓ તરફ નજર માંડશો તો પરિસ્થિતિ તે છે કે નાના નાના દેશો પણ જગતનો નાશ કરી શકે તેવા શસ્ત્રોના સંપાદન માટે આગળ વધી રહ્યા છે. તે દિવસ દૂર નથી કે અગ્નિબોમ્બ વાપરનારા લોકો પરમાણુ બોમ્બ ધરાવતા હોય અને પછી તમે તેમના ઉપર તમે બળપૂર્વક પણ કાબૂ કરી શકશો નહીં.
આ બધું થશે કે નહીં થાય તે મુદ્દો નથી. શું તમારે આવા ગૂંચવાડા અને દરેક વખતના જોખમના વાતાવરણમાં જીવવું છે ?
કદાચ છેલ્લી ઘડીએ કોઇ રાજદ્વારી મૂર્ખ તેને બચાવે કે નિવારી પણ શકે પરંતુ તે મુદ્દો નથી. હોનારત થાય કે ના થાય હોનારતકારી લોકો જગતને સંભાળી રહ્યા છે. શું તમારે આ રીતે જ જીવવું છે ? જગતમાં રાજકીય આર્થિક કે અન્ય કોઇ પણ નેતાગીરીમાં આધ્યાત્મિ કે અનેય કોઇ પણ નેતાગીરીમાં આધ્યાત્મિક પરિબળ પ્રવેશે તો યુદ્ધની જરૂરિયાત મહદ્ અંશે દૂર થઇ જાય, એવી કોઇ 100 ટકા ખાતરી નથી. પરંતુ તેનાથી જગત કોઇની માન્યતા, ધર્મગ્રંથ કે સિદ્ધાંતોના જ આધારે આગળ વધતું નથી તેવી ચોકસાઇ મહદ્ અંશે થઇ જ શકે. માનવતા માટેની જરૂરિયાતોવાળા આવા જગતનું સંચાલન જો માનવીય બુદ્ધિજીવિતા પ્રેમ અને સૌહાર્દથી સંભળાવવામાં આવે તો યુદ્ધની જરૂર ઊભી થતી જ નથી કે દૂર થઇ જાય છે. આપણે તે સમજવાનો સમય આવી ગયો છે કે, જો લોકોમાં આધ્યાત્મિક પરિબળ પ્રવેશે તો અનંત લડાઇ અને વિજયની ઘેલછા રહેશે, અને આવું જ્યાં સુધી છે ત્યાં સુધી યુદ્ધ એ પરિણામો અને તકોનો જ પ્રશ્ન રહેવાનો.
– Isha Foundation