
શાહરૂખ ખાન લાંબા સમયથી રૂપેરી પડદા પરથી દૂર છે. ફિલ્મ ઝીરોની નિષ્ફળતા બાદ અભિનેતા નર્વસ થઇ જતાં ફિલ્મો સ્વીકારી રહ્યો નહોતો. પરંતુ હવે તે ફરી સિલ્વરસ્ક્રિન પર આવવાની તૈયારી કરી રહ્યો છે. જોકે તે ક્યું પાત્ર ભજવવાનો છે તે જાણવા મળ્યું નથી. પરંતુ તેનું પાત્ર સ્વાભાવિક રીતે મહત્વનું હશે તેમ સૂત્રે જણાવ્યું હતું. શાહરૂખ ખાને હાલમાં જ રણબીર-આલિયાની ફિલ્મ માટે શૂટિંગ કર્યું છે. રિપોર્ટની માનીે તો, શાહરૂખ ખાને હાલમાં જ આ ફિલ્મના એક દ્રશ્યનું ફિલ્મ સિટીના એક સ્ટુડિયોમાં શૂટિંગ કર્યું છે. સૂત્રએ જણાવ્યું છે કે, ફિલ્મમાં શાહરૂખ ખાનનું પાત્ર વીએફ એક્સ પર આધારિત છે. ગ્રીન સ્ક્રીનના સામે શૂટિંગ કરવામાં મોટા ભાગના કલાકારોને મુશ્કેલી પડતી હોય છે. જોકે, કિંગ ખાને રા વન, ફેન અને જીરો જેવી ફિલ્મો કરી હોવાથી તેના માટે આ કોઇ અઘરું કામ નથી.પોતાના જન્મદિવસ પછી શાહરૂખે ફિલ્મની ટીમ સાથે મળીને ત્રણ દિવસનું શૂટિંગ કરી લીધું છે અને હજી શૂટિંગ કરવાનું બાકી છે.