Mumbai: Shiv Sena President Uddhav Thackeray takes oath as the 18th Chief Minister of Maharashtra, at Shivaji Park in Mumbai, Thursday, Nov. 28, 2019. (PTI Photo) (PTI11_28_2019_000224B)

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારે સાંજે 6.42 વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્ક મેદાનમાં આયોજિત ભવ્ય શપથગ્રહણ સમારંભમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને શપથ અપાવ્યા હતા. આ સાથે 59 વર્ષીય ઉદ્ધવ ઠાકરે પરિવારમાંથી પહેલી વખથ કોઈ મુખ્યપ્રધાન બન્યું છે.

જય ભવાની જય શિવાજીના ગગનભેદી નારાથી ગાજી ઉઠેલા શિવાજી- પાર્કના વિશાળ મેદાનમાં હજારોની સંખ્યાની મેદની વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ મંચ પરથી નતમસ્તક કરીને જનતાના આર્શીવાદ લીધા હતા. આમ હિંદુ હૃદય સમ્રાટ શિવસેના દિવંગત પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું મહારાષ્ટ્રમાં શિવસેનાના મુખ્યપ્રધાન બનાવવાનું સ્વપ્ન સાકાર કર્યું હતું.

આ સાથે જ રાજ્યમાં છેલ્લા એક મહિનાથી ચાલતા સરકાર રચવાના સંઘર્ષનો અંત આવ્યો હતો અને શિવસેના- એન.સી.પી.- કોંગ્રેસના ગઠનબંધન મહાવિકાસ આઘાડીએ ‘ત્રિરંગી’ સરકારે સત્તા ગ્રહણ કરી હતી. શપથ લીધા પછી ઉદ્ધવ ઠાકરેએ પરિવાર સાથે સિદ્ધિવિનાયકના દર્શન કરી ભગવાન ગણેશની આરતી ઉતારી હતી. ઉદ્ધવ ઠાકરેએ સહ્યાદ્રી ગેસ્ટહાઉસ ખાતે કેબિનેટ બેઠક બોલાવી કામગીરી શરૂ કરી દીધી હતી. શિવસેનાના પહેલા મુખ્યપ્રધાન મનોહર જોશીએ ચોવીસ વર્ષ પહેલાં શપથ લીધા હતા. એ સૃથળે ઠાકરે પરિવારના પહેલા વ્યક્તિ ઉધૃધવ ઠાકરેએ મુખ્યપ્રધાન તરીકે સોગંદ લીધા હતા.

અરબી સમુદ્રના કાંઠે શિવાજી પાર્કમાં ઉમટેલા અફાટ ‘જનસાગર’ને ઉધૃધવ ઠાકરેએ મંચ પરથી નમન કર્યું હતું. મુખ્યપ્રધાન ઉધૃધવ ઠાકરે સહિત કેબિનેટ મંત્રી તરીકે શિવસેનાના વિધાનસભ્ય એકનાથ શિંદે, સુભાષ દેસાઈ, એન.સી.પી.થી છગન ભુજબળ, જયંત પાટીલ તેમજ કોંગ્રેસ તરફથી વિજય ઉર્ફે બાળાસાહેબ થોરાત તથા ડૉ. નિતીન રાઉતે શપથ લીધા હતા.

જોકે, ઠાકરે સરકારમાં નાયબ મુખ્યપ્રધાન અને અધ્યક્ષના નામ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. સૂત્રો મુજબ નાયબ મુખ્યપ્રધાનપદ એનસીપી તથા સ્પીકરપદ કોંગ્રેસના ફાળે ગયું છે. મહાવિકાસ ગઠબંધનના ભાગરૂપ કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરેના શપથ સમારંભમાં હાજર ન રહેવાનો નિર્ણય કર્યો હતો. જોકે, તેમણે ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છા પાઠવી હતી.

ઠાકરે પરિવાર માટે મુંબઈનું શિવાજી પાર્ક હંમેશા મહત્ત્વનું રહ્યું છે. આ એ જ મેદાન છે જ્યાંથી તાજેતરમાં શિવસેનાની દશેરા રેલીમાં પાર્ટીના નેતા સંજય રાઉતે જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્રના આગામી મુખ્યપ્રધાન શિવસેનાના જ હશે. શિવસેનાના પ્રમુખ દિવંગત બાળાસાહેબ ઠાકરેના અંતિમ સંસ્કાર પણ અહીં જ કરાયા હતા. શપથ ગ્રહણ સમારોહ માટે જ્યાં સ્ટેજ પુણેના શનિવાર પેઠના આબેહૂબ બનાવવામાં આવ્યું હતું તેની પાછળ જ શિવાજી મહારાજની મોટી પ્રતિમા છે. તે સાથે જ બાળાસાહેબ ઠાકરેનું સ્મારક પણ બનાવવામાં આવ્યું હતું.

શિવાજી પાર્કના વિશાળ મેદાનમાં શિવસેનાનો ભગવો ઝંડો, એનસીપીના ઘડિયાળ ચિહન ધરાવતો અને કોંગ્રેસના હાથ ધરાવતા ઝંડા લહેરાવતા હતા. શપથ વિિધના કાર્યક્રમમાં ઉપસિૃથત રહેલા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉધૃધવ ઠાકરેને શુભેચ્છા આપ્યા વગર પાછા ગયા હતા. દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ પરત જાઓ… પરત જાઓ… એવા સૂત્રોચ્ચાર કર્યા હતા. દરમિયાન શપથ ગ્રહણના સમારંભમાં મહારાષ્ટ્રના ખૂણે ખૂણેથી લોકો શિવાજી પાર્કમાં મેદાન ઊમટી પડયા હતા. લગભગ 300થી 400 બસ ભરીને લોકો આવ્યા હતા. શપથ વિિધ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના ગામડાથી મુસ્લિમો પણ આવ્યા હતા.