બોલિવૂડની સિંગર કનિકા કપૂરનો કોરોના વાયરસનો પોઝિટીવ રીપોર્ટ આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કનિકા કપૂર થોડાં સમય પહેલાં જ લંડનથી પરત ફરી હતી. કનિકાએ લખનઉમાં ડિનર પાર્ટી હોસ્ટ કરી હતી.કનિકા કપૂર 15 માર્ચ લંડનથી પરત ફરી હતી.

જોકે, કનિકાએ આ વાત છુપાવીને રાખી હતી. કેટલાંક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે કનિકા એરપોર્ટના બાથરૂમમાં છુપાઈ ગઈ હતી અને ત્યારબાદ તે કોઈને પણ કંઈ કહ્યાં વગર ત્યાંથી ચૂપચાપ નીકળી ગઈ હતી.કનિકા કપૂરને પરિવાર સાથે લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં લઈ જવામાં આવી છે.

લખનઉમાં આજે 20 માર્ચ કોરોનાવાઈરસના ચાર નવા કેસ આવ્યા છે.લખનઉના કિંગ જ્યોર્જ હોસ્પિટલે જે રિપોર્ટ આપ્યો છે, તેમાં ચાર કેસ પોઝિટિવ છે. ચોથનું નામ કનિકા કપૂરનું છે. જોકે, રિપોર્ટમાં તેની ઉંમર 28 વર્ષ લખવામાં આવી છે. જ્યારે વિકીપીડિયા પ્રમાણે, તેની ઉંમર 41 વર્ષની છે. આ ઉપરાંત જેન્ડર કોલમમાં તેના નામ આગળ ફીમેલને બદલે મેલ લખવામાં આવ્યું છે.