An Indian supporters of the Congress Party keeps his hand on the face of a cut out of billionaire jeweller Nirav Modi during a protest in New Delhi on February 16, 2018. Indian investigators on February 15 raided the premises of a billionaire jeweller accused of defrauding one of the country's biggest banks. Enforcement Directorate (ED) officers searched the Mumbai offices of Nirav Modi after he was accused of cheating state-owned Punjab National Bank (PNB) of 2.8 billion rupees ($43.8 million). / AFP PHOTO / CHANDAN KHANNA (Photo credit should read CHANDAN KHANNA/AFP via Getty Images)

પંજાબ નેશનલ બેંક સાથે લગભગ 2 બિલિયન ડોલરની ઠગાઇ તથા મની લોન્ડરિંગ કેસમાં ભારત છોડી ફરાર થયેલા અને હાલમાં લંડનની જેલમાં રહેલા ફ્રોડના આરોપી, જ્વેલર નીરવ મોદીના રીમાન્ડ લંબાવતા વેસ્ટ મિનિસ્ટર કોર્ટે મોદીને 2 જાન્યુ. 2020ના દિવસે હાજર થવા આદેશ આપ્યો હતો. નીરવ મોદીના ભારતને પ્રત્યાર્પણનો કેસ આગામી 11મી મેએ શરૂ થઇ પાંચ દિવસમાં પૂરો કરાશે, ત્યાં સુધી નીરવ મોદીને દર 28 દિવસે ‘કોલ ઓવર’ વ્યવસ્થા હેઠળ કોર્ટ સમક્ષ હાજર થવું પડે છે. નીરવ મોદી હાલમાં લંડનની વોન્ડસવર્થ જેલમાં છે, તેની સંખ્યાબંધ જામીન અરજીઓ કોર્ટે ફગાવી દીધી છે.

બીજી તરફ, ભારતમાં મુંબઇની વિશેષ કોર્ટે પંજાબ નેશનલ બેંકના 14,000 કરોડના લોન કૌભાંડના આરોપી નીરવ મોદીને ભાગેડૂ જાહેર કર્યો છે. નીરવ મોદીના વકીલો અને ઇડીના વકીલોની લાંબી દલીલો પછી વિશેષ કોર્ટના જજ બી સી બરડેએ નીરવ મોદીને ભાગેડૂ જાહેર કર્યો હતો. 2018માં ભારતનું સૌથી મોટું બેંક કૌભાંડ ખુલ્લું પડતાં આ કેસમાં નીરવ મોદીના મામા મેહુલ ચોકસીને પણ મુખ્ય આરોપી જાહેર કરાયો હતો.

48 વર્ષના નીરવ મોદીએ લંડનની કોર્ટમાં વધુ એક જામીન અરજી કરતાં ઘરમાં નજરકેદ રહેવાની બાંયેધરી આપતી અસામાન્ય અરજી કરી હતી. જોકે, ચીફ મેજિસ્ટ્રેટ એમ. આર્બુથનોટે નીરવ મોદીની અરજી ફગાવી હતી.

હીરાના વેપારીએ બેંક ઠગાઇ તથા મની લોન્ડરિંગના આરોપો ફગાવ્યા છે. મોદીના વકીલોની ટીમે દાવો કર્યો છે કે, ભારત સરકારે ખોટી રીતે નીરવ મોદીના નામને કલંક લગાવ્યું છે. નીરવ મોદીના વકીલોએ નવી જામીન અરજી વખતે સીક્યુરિટી બોન્ડ પેટે અગાઉના 2 મિલિયન જીબીપીના બદલે 4 મિલિયન જીબીપી આપવાની પણ ઓફર કરી હતી. મોદીના વકીલોએ જેલમાં બંધ નીરવ મોદી ઉપર જેલમાં બંધ અન્ય કેદીઓ દ્વારા હુમલાની કોર્ટને યાદ અપાવી હતી.

ભારત સરકરે લગાવેલા આરોપો તથા માંગેલી મદદ પછી સ્કોટલેન્ડ યાર્ડે બહાર પાડેલા પ્રત્યાર્પણ વોરન્ટના આધારે 19મી માર્ચે નીરવ મોદીની ધરપકડ કરાઇ તે પછી નીરવ મોદીને ઇંગ્લેન્ડની વધારે પડતી ગીચતાવાળી જેલો પૈકીની એક વોન્ડસવર્થ જેલમાં રખાયેલો છે. નીરવ મોદી સામેનો કેસ આગામી વર્ષે 11મીથી 15મી મે વચ્ચે શરૂ થવા નિર્ધારિત છે.