ભાજપના રાજ્યભાના સાંસદ સુબ્રમણ્યન સ્વામીએ બેરોજગારી અંગે ચિંચા વ્યક્ત કરી છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં સુબ્રમણ્યન સ્વામીએ જણાવ્યું છે કે, ભારતની અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિ ભાજપને બચાવી શકશે નહીં. જો અર્થવ્યવસ્થાની સ્થિતિ આવી જ રહશે તો રામ મંદિરના નિર્ણય બાદ જે સફળતા મળી છે તે પણ ભાજપને કામ લાગશે નહીં.

સ્વામીએ જણાવ્યું હતું કે, બેરોજગારી બધું જ સમાપ્ત કરી દશે. જો આવી જ સ્થિતિ યથાવત રહેશે તો ભાજપ ઝારખંડ અને દિલ્હીમાં ચૂંટણી હારી જશે, અહીંયા રામ મંદિરની લહેર કામ નહીં આવે. જો આનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો લોકપ્રિયતા ઘટી જશે અને લોકો તેમને પડકાર આપવાની શરૂઆત કરી દેશે.

સુબ્રમણ્યન સ્વામીએ અગાઉ નાણાં મંત્રી નિર્મલા સિતારમણ પર અણ આવડતનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેમને અર્થશાસ્ત્ર અંગે જાણકારી નથી. તેમણે વર્તમાન જીડીપી રેટ અંગે શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશનો જીડીપી 4.5 ટકા નહીં 1.5 ટકા છે.