એકતા કપૂર નિર્મિત ફિલ્મ ડ્રીમ ગર્લ હાલ બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. એ વચ્ચે એક નવી ખબર આવી રહી છે કે એકતા કામસૂત્ર પર આધારિત વેબ સીરિઝ લાવવાની યોજના બનાવી રહી છે, જેને ઑલ્ટ બાલાજી પર સ્ટ્રીમ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર, એકતાએ આ શો માટે મુખ્ય ભૂમિકા માટે સની લિયોનીને એપ્રોચ કરી છે. રિપોર્ટમાં એક સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાથી આ મામલે બંને વચ્ચે વાત ચાલી રહી છે. સનીએ આ પ્રોજેક્ટમાં પોતાનો રસ પણ બતાવ્યો છે.

13મી સદીમાં સ્થિત આ કાલ્પનિક સીરિઝ થશે, જે રાજસ્થાનના ગોલી સમુદાયની સ્ત્રીઓ પર આધારિત હશે, જે રાજાઓની પ્રેમિકાઓ હતી. હાલ તેની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.સની લિયોનીએ એકતા કપૂરની હૉરર ફિલ્મ રાગિની એમએમએસ 2માં લીડ રોલ નિભાવ્યો હતો, જે 2014માં આવી હતી. કામસૂત્ર પર આધારિત મીરા નાયરની એક ફિલ્મ 2996માં આવી ચુકી છે, જેની કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ભારતમાં ફિલ્મને તેને ઈરોટિક કન્ટેન્ટના કારણે બેન કરી દેવામાં આવી હતી.

સની લિયોનીએ ભારતીય મનોરંજન ઉદ્યોગમાં પોતાનું કરિયર બિગ બૉસથી શરૂ કર્યું હતું, જ્યાંથી તેને જિસ્મ 2 મળી હતી. બોલીવુડમાં આ સનીનું ડેબ્યૂ હતું. ત્યારથી અત્યાર સુધી સની લિયોની કરિયરમાં આગળ વધી ચુકી છે. હિન્દી સિવાય સનીએ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કર્યું છે. સની આ વર્ષ આવેલી ફિલ્મ અર્જુન પટિયાલામાં પણ દેખાઈ હતી. આ સિવાય ફિલ્મોમાં ખાસ ગીત સાથે તે ટીવી શો કરી રહી છે.