ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ શનિવારે સવારે સાડા દસ વાગ્યે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચમાં પાંચે પાંચ જજોની હાજરીમાં ઐતિહાસિક અયોધ્યા વિવાદનો ચુકાદો વાંચી સભળાવ્યો હતો. તેણે કહ્યું કે આ ચુકાદો પાંચે પાંચ જજોની સર્વાનુમતીથી તૈયાર કરાયો હતો.
આરંભે સુન્ની-શિયા વિવાદમાં શિયા બોર્ડની અરજી ફગાવી દેવામાં આવી હતી. એજ રીતે નિર્મોહી અખાડાની અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કહેવાતી બાબરી મસ્જિક ખાલી જમીન પર બનાવવામાં આવી નહોતી. બાદશાહ બાબરના શાસનકાળમાં મીર બાકીએ આ મસ્જિદ બનાવી હતી. ભુસ્તરશાસ્ત્રીય વિભાગે કરેલા ખોદકામ દરમિયાન મંદિરના અવશેષો મળ્યા હતા એના પરથી સમજાતું હતું કે મસ્જિદ ખાલ રહેલી જમીન પર બનાવવામાં આવી નહોતી.
ખોદકામ દરમિયાન મળેલા મંદિરના અવશેષો પરથી ખ્યાલ આવે છે કે મસ્જિદ બાંધવામાં આવી એ સ્થળે પહેલાં કોઇ બાંધકામ હતું. આર્કિયોલોજી સર્વે ઑફ ઇન્ડિયા (એએસઆઇ)એ પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નબોકું રે મળેલા અવશેષો મંદિરના હતા.
હિન્દુઓની શ્રદ્ધા છે કે આ સ્થળે ભગવાન રામનો જન્મ થયો હતો. વિવાદાસ્પદ જમીનનો ચુકાદો અમે કાનૂની આધાર પર તૈયાર કર્યો હતો. હિન્દુ પ્રજાની શ્રદ્ધાને નકારી શકાય નહીં.એએસઆઇના રિપોર્ટમાં એક ગુંબજ મળ્યો હોવાનો ઉલ્લેખ હતો.ય ખોદકામ દરમિયાન આ ગુબંજ મળ્યો હતો. આ રિપોર્ટમાં મદિર તોડીને મસ્જિદ બન્યાનો કેોઇ ઉલ્લેખ નહોતો.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું- મીર બકીએ બાબરી મસ્જિદ બનાવી. ધર્મશાસ્ત્રમાં પ્રવેશ કરવો કોર્ટ માટે યોગ્ય નથી. ચીફ જસ્ટિસે કહ્યું- અમે સર્વસમ્મતિથી નિર્ણય સંભળાવી રહ્યા છીએ. આ કોર્ટે ધર્મ અને શ્રદ્ધાળુઓની આસ્થાનો સ્વીકાર પણ કરવો જોઈએ. કોર્ટે સંતુલન જાળવવું જોઈએ.સુપ્રીમ કોર્ટે કહ્યું- વિવાદિત જમીન રેવન્યૂ રેકોર્ડમાં સરકારી જમીન તરીકે ચિન્હિત છે.
શિયા વક્ફ બોર્ડનો દાવો વિવાદિત માળખા પર હતો. તે અરજી ફગાવી દેવામાં આવી છે.સુપ્રીમ કોર્ટે કહ્યું- રામ જન્મભૂમિ સ્થાન ન્યાયિક વ્યક્તિ નથી. સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાનો દાવો નકાર્યો છે. નિર્મોહી અખાડાએ જન્મભૂમિના મેનેજમેન્ટનો અધિકાર માંગ્યો હતો. ચીફ જસ્ટિસે કહ્યું- વિવાદિત માળખુ ઈસ્લામિક મૂળનું માળખુ નથી, પરંતુ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ તેમના રિપોર્ટમાં એવું નથી કહ્યું કે, મસ્જિદ બનાવવા માટે મંદિર તોડી પાડવામાં આવ્યું છે. તોડીપાડવામાં આવેલું માળખુ ભગવાન રામનું જન્મસ્થાન છે. હિન્દુઓની આ આસ્થા નિર્વિવાદિત છે. જોકે માલિકી હકને ધર્મ, આસ્થાના આધાર પર સ્થાપિત ન કરી શકાય. આ કોઈ વિવાદ પર નિર્ણય થવાના સંકેત હોઈ શકે છે.
નિર્ણયને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. રાજ્યોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં 3 દિવસ સુધી સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો થે. જોકે અયોધ્યામાં રામલલ્લાના દર્શન પર કોઈ પ્રતિબંધ લગાવાવમાં આવ્યો નથી. મધ્ય પ્રદેશમાં પણ નિર્ણયને ધ્યાનમાં રાખીને શનિવારે સ્કૂલ-કોલેજોમાં રજા રાખવામાં આવી છે.