Getty Images)

ધોનીની સાથે જ 74માં સ્વાતંત્ર્ય પર્વે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ‘આઝાદી’ ની ભારતના બીજા પણ એક ક્રિકેટ ખેલાડીએ કરી હતી. ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને વન-ડે તેમજ ટી-20માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

સુરેશ રૈનાએ ધોની સાથેની પોતાની તસવીર શેર કરીને પોસ્ટમાં જણાવ્યું કે, તમારી સાથે રમવું ધણો સુંદર અનુભવ રહ્યો હતો માહી. હું ગર્વ સાથે તમારી આ સફરમાં સાથી બની રહ્યો છું. ધન્યાવાદ ઈન્ડિયા. જય હિન્દ!રૈના પણ કેટલીક મેચમાં ગેમ ચેન્જર બન્યો હતો.તેની કારકિર્દીની એક ઝલક જોઈએ તો ટી-20માં સદી કરનારો તે ભારતનો સૌપ્રથમ ખેલાડી હતો અને ટી-20 વર્લ્ડ કપમાં તેણે એ સદી કરી હતી. ઓપનિંગ બેટ્સમેન સિવાય ટી-20માં સદી કરનારો તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન પણ હતો.

2010ના ટી-20 વર્લ્ડ કપમાં તેણે આ રેકોર્ડ કર્યો હતો. ટી-20, વન-ડે તેમજ ટેસ્ટ ક્રિકેટ, એમ ત્રણે ફોર્મેટમાં સદી પુરી કરનારો પણ રૈના પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં તેણે પોતાની પહેલી ટેસ્ટમાં જ સદી કરી હતી. તેની તમામ ફોર્મેટમાં મળી 7 સદી હતી અને એ તમામ વિદેશી ભૂમિ ઉપર જ તેણે કરી હતી.

તેણે 18 ટેસ્ટની 31 ઈનિંગમાં 768 રન એક સદી અને 7 અડધી સદી સાથે કર્યા હતા. વન-ડેમાં તેણે 226 મેચની 194 ઈનિંગમાં 5615 રન પાંચ સદી અને 36 અડધી સદી સાથે કર્યા હતા, તો ટી-20માં 78 મેચની 66 ઈનિંગમાં 1605 રન એક સદી અને પાંચ અડધી સદીમાં કર્યા હતા. રૈનાએ ટેસ્ટ મેચ તેમજ ટી-20માં 13-13 અને વન-ડેમાં 36 વિકેટ પણ ઝડપી હતી.