બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર આજકાલ પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. સૂત્રોના મતે, રાઈટર હિમાંશુ શર્મા સાથેના બ્રેકઅપ બાદ હવે સ્વરાના જીવનમાં નવી વ્યક્તિ આવી છે. સ્વરા હવે સિંગલ નથી પરંતુ અન્ય કોઈને ડેટ કરી રહી છે. સ્વરા આજકાલ સ્વ. એક્ટર ગિરીશ કર્નાડના દીકરા રઘુ કર્નાડને ડેટ કરે છે. બંને આજકાલ સાથે ટાઈમ સ્પેન્ડ કરતાં જોવા મળે છે. થોડાં સમય પહેલાં જ બંને એક મૂવીના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યાં હતાં. સ્ક્રીનિંગ બાદ બંને સાથે જ બહાર આવ્યાં હતાં અને ડિનર પણ સાથે જ કર્યું હતું. રઘુ કર્નાડ પત્રકાર તથા રાઈટર છે. સ્વરા તથા રઘુ વચ્ચેની ફ્રેન્ડશીપ દિવસે દિવસે સ્ટ્રોંગ બનતી જાય છે. બંનેની કેમિસ્ટ્રી પણ સારી લાગે છે. જોકે, રઘુ અને સ્વરાએ હજી સુધી પોતાના આ સંબંધોને લઈ કોઈ વાત કરી નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્વરા તથા હિમાંશુ પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરતાં હતાં. જોકે, તેઓ પોતાના સંબંધને આગળ લઈ જવા માગતા નહોતાં. આથી જ તેમણે બ્રેક-અપનો નિર્ણય લીધો હતો. હાલમાં બંને સારા મિત્રો છે અને એકબીજા સાથે વાત કરે છે. બંનેના પરિવારને પણ તેમના બ્રેકઅપ અંગેની જાણ છે.