ભૂલભૂલૈયા 2’માં કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની સાથે હવે તબુ પણ જોવા મળશે. આ ફિલ્મ ૨૦૦૭માં આવેલી અક્ષયકુમાર અને વિદ્યા બાલનની ‘ભૂલભૂલૈયા’ની સીક્વલ છે. આ સીક્વલને અનીસ બઝમી ડિરેક્ટ કરશે. ફિલ્મની સ્ક્રિપ્ટ ફરહાદ સામજી અને આકાશ કૌશિકે લખી છે. એવું જાણવા મળ્યું છે કે તબુને આ ફિલ્મમાં પોતાનો રોલ ખૂબ પસંદ પડ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ લંડન અને રાજસ્થાનમાં કરવામાં આવશે. ફિલ્મને ભૂષણ કુમાર, કિશન કુમાર અને મુરાદ ખેતાની પ્રોડ્યુસ કરશે. ૨૦૨૦ની ૩૧ જુલાઈએ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં તબુની એન્ટ્રી થવાની છે એ જાણીને કાર્તિક ખૂબ ખુશ થઈ ઊઠ્યો હતો. તબુનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘ફિલ્મ ‘ભૂલભૂલૈયા 2’ના વર્લ્ડમાં તબુ મૅમ તમારું સ્વાગત છે. ફિલ્મના શૂટિંગને લઈને ખૂબ ઉત્સાહિત છું.’