Bollywood Actress Tapsee Pannu arrives for IIFA Rocks July 14, 2017 at the MetLife Stadium in East Rutherford, New Jersey during the 18th International Indian Film Academy (IIFA) Festival. / AFP PHOTO / ANGELA WEISS (Photo credit should read ANGELA WEISS/AFP via Getty Images)

બૉલીવૂડમાં તાપસીપન્નુની ગાડી ધીરે ધીરે વધુ આગળ વધી રહી છે. તેને સારી સારી ફિલ્મો મળવા લાગી છે. તેની તાજેતરમાં ‘સાંઢ કી આંખ’ રિલીઝ થયેલી. જોકે, તેનો વિષય ઓફબીટ હોવાથી તેને જોઇએ તેવો પ્રતિસાદ નથી મળ્યો. છતાંય ફિલ્મ કરીને તાપસી ખુશ છે. તાપસી અહીં તેના સંબંધો, લગ્નની યોજનાઓ વિશે વાત કરે છે. બૉલીવૂડમાં પરફેક્ટ મેનનું આઇડિયલ કોમ્બિનેશન કોણ છે તેના વિશે પણ વાત કરે છે. તેના હાલના બૉયફ્રેન્ડ માથિઆસ બો વિશે વાત કરતા તે કહે છે, તેના વિશે આમ તો ઘણું બધું લખાઇ ચૂક્યું છે.

મારા વ્યવસાયિક જીવનને પણ તે ઓવરટેક કરી ગયું છે. જોકે, તે બધું તો ચાલતું રહે છે. હું અત્યારે શો બિઝનેસમાં છું મારી એક્ટિંગ સ્કિલ્સને કારણે. મારા પર્ફોર્મન્સથી દર્શકોને મનોરંજન પૂરું પાડવું મારું કામ છે. મારી અંગત જિંદગી તેમાં ક્યાંય વચ્ચે ના આવે. તાપસીએ અભિનેત્રી તરીકે પોતાની પ્રતિભાને પુરવાર કરી છે. તેની ફિલ્મોની પસંદગી બહુ સારી છે. બૉલીવૂડના અભિનેતાઓ વિશે તે કહે છે, રિતિક રોશનમાં સેક્સ અપીલ છે, જ્યારે અક્ષય કુમારમાં રમૂજ કરવાની બહુ સારી સેન્સ છે.

શાહરુખ ખાનની બુદ્ધિપ્રતિભા જોરદાર છે તો રણવીર સિંહ બહુ ચાર્મિંગ દેખાય છે. હા, સલમાન ખાન તો દેશમાં સહુથી સફળ અભિનેતા છે. આમ, તે અભિનેતાઓની ખાસિયત વર્ણવે છે. તાપસી તેના લગ્નની યોજના વિશે કહે છે કે હું તો મારા લગ્ન ક્યાંક બીચ પર કરવા માગું છું. બીચ મને બહુ પસંદ છે. જોકે, હું ત્યારે જ લગ્ન કરીશ, જ્યારે મારે બાળકો જોઇતા હશે. લગ્ન કર્યા વગર મારે બાળકો નથી જોઇતા. લગ્નની ઇવેન્ટ એવી હોય છે કે એકઆખો દિવસ તમે તમારા નજીકના મિત્રો અને કુટુંબ સાથે વીતાવો છો. જોકે, લગ્નની રસમો વધુ દિવસ ચાલે તો તે કંટાળાજનક લાગે.