‘એક વિલન 2’ ફિલ્મની સ્ટારકાસ્ટમાં તારા સુતરિયાની એન્ટ્રી થઇ ગઈ છે. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ અને ‘મરજાવા’ ફિલ્મ બાદ આ તારાની ત્રીજી ફિલ્મ છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં આદિત્ય રોય કપૂર, જ્હોન અબ્રાહમ અને દિશા પટણી છે. દિશા જ્હોનની ઓપોઝિટ કાસ્ટ થઇ છે અને તારા આદિત્યની ઓપોઝિટ કાસ્ટ થઇ છે.

ડિરેક્ટ મોહિત સુરીની આ ફિલ્મ વિલન vs વિલનની સ્ટોરી છે.તારા સુતરિયા ટ્રેઈન્ડ ઓપેરા સિંગર છે અને તે આ ફિલ્મમાં એક સિંગરના જ રોલમાં છે. ફિલ્મમાં બે હિરોઈનમાંથી એક હિરોઈન પણ વિલનના રોલમાં હશે. 2014માં આવેલ ‘એક વિલન’ ફિલ્મની સિક્વલ ‘એક વિલન 2’ ફિલ્મને એકતા કપૂર અને ટી સિરીઝના ભૂષણ કુમાર સાથે મળીને પ્રોડ્યૂસ કરવાના છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જ થશે અને આવતા વર્ષે 2021માં 8 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.