Hafiz Saeed, leader of the hardline Pakistani organisation Jamaat-ud-Dawa (JuD), addresses supporters during a protest against the arrival of Indian Home Minister Rajnath Singh, in Lahore on August 3, 2016.India's home minister arrived in Islamabad to attend a one-day regional the SAARC Home Ministers' conference as tensions flared between the nuclear-armed rivals over unrest in disputed Kashmir. / AFP / ARIF ALI (Photo credit should read ARIF ALI/AFP via Getty Images)

મુસ્લિમ ત્રાસવાદી જૂથના નેતા અને 2008ના મુંબઇ ઉપરના ત્રાસવાદી હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ જેના ઉપર છે પાકિસ્તાની નાગરિક હાફિઝ સઇદ પર પાકિસ્તાનની કોર્ટે ત્રાસવાદી પ્રવૃત્તિઓને નાણાંકિય સહાયનો આરોપ મુક્યો છે, તેમ ગવર્નમેન્ટ પ્રોસિક્યુટરે જણાવ્યું હતું. કોર્ટમાં સઇદની હાજરીમાં આરોપો વાંચી સંભળાવવામાં આવ્યા હતા, તેમ અબ્દુર રઉફે જણાવ્યું હતું. સઇદ ત્રાસવાદી જૂથ લશકર-એ-તૈઇબા (LeT)નો સ્થાપક છે તેવો દાવો અમેરિકા અને ભારતે કર્યો હતો. મુંબઇમાં ત્રાસવાદી હુમલામાં અમેરિકન્સ સહિત કેટલાક વિદેશીઓ સાથે 160 લોકોના મોત થયા હતા. પાકિસ્તાનની કાઉન્ટર ટેરરિઝમ પોલીસે જુલાઇમાં સઇદની ધરપકડ કરી હતી. આવતા વર્ષની શરૂઆતમાં વર્લ્ડ ફાયનાન્શિયલ વોચડોગની યોજાનારી મીટિંગના પગલે આ આરોપ મુકાયા છે. આ મીટિંગમાં ત્રાસવાદીઓને નાણાંકિય સહાય નાથવામાં પાકિસ્તાન નિષ્ફળ જવાથી તેને બ્લેકલિસ્ટ કરવું કે નહીં તે અંગે નિર્ણય લેવાશે.