વડાપ્રધાન મોદીએ કહ્યું કે અર્થવ્યવસ્થામાં ગતિ જરૂરથી આવશે, આપણે કોરોના સામે કડક પગલાં ભરવા પડશે. આજે દેશનું સૌથી મોટું સત્ય એ છે કે ભારતે લોકડાઉન છોડી દીધું છે અને અનલોક ફેઝ-1માં પ્રવેશ કર્યો છે. ઈકોનોમીનો મોટો ભાગ આ તબક્કે ખુલ્યો છે. આઠ દિવસ પછી બીજો મોટો ભાગ ખુલશે એટલે કે રીકવરીની શરૂઆત થઈ ગઈ છે. 125 વર્ષમાં CIIને મજબૂત બનાવવામાં જેણે ફાળો આપ્યો તેને હું અભિનંદન આપીશ.

કોરોનાના આ સમયગાળામાં, આના જેવી ઓનલાઇન ઇવેન્ટ્સ હવે સામાન્ય બની રહી છે. આ માણસની સૌથી મોટી તાકાત છે. આપણે લોકોના જીવ બચાવવા અને અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી પડશે. તમે બધા ઉદ્યોગના લોકો અભિનંદનને પાત્ર છો. હું ગેટિંગ ગ્રોથ બેકથી આગળ વધીને કહીશ… વી આર ગેટિંગ ગ્રોથ બેક. તમે આશ્ચર્યચકિત થશો કે કટોકટીની આ ઘડીમાં હું આત્મવિશ્વાસ સાથે કેવી રીતે બોલું છું. આનાં ઘણાં કારણો છે. મને ભારતની પ્રતિભા અને તકનીક પર વિશ્વાસ છે. અન્ય દેશો સાથે સરખામણી કરવામાં આવે તો તે બતાવે છે કે ભારતમાં લોકડાઉનથી કેટલો ફાયદો થાય છે.

હવે સવાલ એ છે કે, આગળ શું છે? ઉદ્યોગના નેતા તરીકે, આ પ્રશ્ન તમારા મગજમાં ચોક્કસપણે રહેશે, અમે શું કરવા જઈ રહ્યા છીએ. મને આત્મનિર્ભર ભારત અભિયાન વિશે પણ ખાતરી છે કે તમને સવાલો થશે. આ સ્વાભાવિક છે. કોરોના સામે અર્થવ્યવસ્થાને ફરીથી મજબુત બનાવવી એ અમારી પ્રાથમિકતા છે. જે નિર્ણયો તાત્કાલિક લેવાની જરૂર છે તે લેવામાં આવી રહ્યા છે. લાંબા ગાળે મદદરૂપ થવાનાં નિર્ણયો પણ લીધાં હતાં. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દ્વારા ગરીબોને તાત્કાલિક લાભ આપવામાં ઘણી મદદ મળી. 4 કરોડ લોકોના ઘરે રાશન પહોચાડ્યું. પ્રવાસી કામદારોને નિ:શુલ્ક રેશન પણ આપવામાં આવી રહ્યું છે.

53 હજાર કરોડ રૂપિયાથી વધુની આર્થિક મદદ કરી છે. અમારા નિર્ણયોમાં, ઇન્ક્લુઝન, ઇન્વેસ્ટમેન્ટ, ઇનોવેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઝલક જોવા મળશે. આજે ભારત ગ્રોથની નવી ઉડાન ભરવા માટે તૈયાર છે. સરકાર જે દિશામાં આગળ વધી રહી છે તેનાથી માઈનિંગ ક્ષેત્ર હોય કે સંશોધન ક્ષેત્ર, ઉદ્યોગ અને યુવાનોને દરેક બાબતમાં નવી તકો મળશે. વ્યૂહાત્મક ક્ષેત્રે ખાનગી રોકાણ પણ શક્ય બન્યું છે. MSME ક્ષેત્રના લાખો એકમો દેશના GDPમાં લગભગ 30% હિસ્સો ધરાવે છે. ઉદ્યોગ લાંબા સમયથી MSMEની વ્યાખ્યા સ્પષ્ટ કરવાની માંગ કરી રહ્યો હતો. આ માંગ પણ પૂરી થઈ છે.

MSME કોઈપણ ચિંતા કર્યા વિના વ્યવસાય કરી શકશે. તેઓએ પોતાનો રેકોર્ડ જાળવવા માટે અન્ય માર્ગો પર ચાલવું પડશે નહીં. આ ક્ષેત્રના કરોડો સહયોગીઓને લાભ પહોંચાડવા માટે રૂ. 200 કરોડ સુધીની સરકારી ખરીદીમાં વૈશ્વિક ટેન્ડરને બંધ કરવામાં આવ્યું છે. કોરોનાને લીધે આજે દરેક જણ સંકટમાં છે. આવા કટોકટીના સમયમાં ભારતે 150થી વધુ દેશોમાં તબીબી પુરવઠો મોકલીને માનવતાવાદી કાર્ય કર્યું છે. વર્લ્ડ ઇજ લૂકિંગ ફોર રિલાયેબલ પાર્ટનર. ભારત પાસે તે સંભાવના છે. ઉદ્યોગોએ આ તકનો પૂર્ણ લાભ લેવો જોઈએ. આજે ભારત પર વિશ્વનો વિશ્વાસ વધ્યો છે અને નવી આશા પણ જણાવાઈ છે.