સાજિદ નડિયાદવાળાની ફિલ્મ ‘હીરોપંતી’થી કારકિર્દી શરૂ કરનારા ટાઇગર શ્રોફને, ઘણા ફિલ્મસર્જકો પિતા સાથે રૂપેરીપડદે લેવા ઇચ્છતા હતા. અંતે આ મેળ ખાઇ ગયો છે. મળેલી બાતમીના અનુસાર, જેકી શ્રોફને ફિલ્મ બાગીની ફ્રેન્ચાઇઝીમાં લેવામાં આવ્યો છે. સૂત્રની વાત સાચી માનીએ તો, જેકી શ્રોફ ‘બાગી ૩’માં તે ટાઇગર અને રિતેશ દેશમુખના પિતા અને પોલીસની ભૂમિકામાં ભજવવાનો છે. ટાઇગર અને રિતેશ ફિલ્મમાં ભાઇઓની ભૂમિકામાં છે. જેકીને આ ફિલ્મમાં લેવાનો આઇડિયા સાજિદનો જ હતો. તેણે જેકી સાથે આ બાબતે વાત કરી હતી અને જેકીએ તરત જ કામ કરવાની હા પાડી હતી. જેકી ૨૦ જાન્યુઆરી સોમવારથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. પાંચ દિવસના શેડયુલનું આ શૂટિંગ શુક્રવારે પુરુ પણ થઇ ગયું છે. તેઓ મુંબઇના એક પરામાં જ શૂટિંગ કરી રહ્યા હતા.”
રૂપેરી પડદે પિતા પુત્રને સાથે જોવાની લોકોની ઉત્કંઠા હતી. ઘણા ફિલ્મસર્જકો તેમને સાથે લેવા ઇચ્છતા હતા પરંતુ મેળ પડયો નહીં. અમારી આ ફિલ્મમાં અમને લાગ્યુ હતુ કે,ફિલ્મમાંના પિતા અને પોલીસના પાત્ર માટે જેકી જ યોગ્ય અભિનેતા છે,” તેમ સાજિદે જણાવ્યું હતું. અહમદ ખાન દિગ્દર્શિત આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને અંકિતા લોખંડે બહેનાનું પાત્ર ભજવી રહી છે.