ટાઈગર શ્રોફ ફિટનેસ માટે કેટલો ફીટ રહે છે એ કહેવાની જરૂર નથી કેમકે એ ૨૪ટ૭ ફિટનેસ માટે વિચારતો હોય છે કે કંઈ રીતે હું મારું શરીર સ્નાયુબદ્ધ હતું. અરે, તેણે ‘વોર’ અને ‘બાગી’ ફિલ્મ કરી ત્યારે પણ તેના કસરતના શિડયુલમાં કોઈ તફાવત નહોતો પડયો. આથી જ તો ટાઈગર કહે છેે ‘હું બહુ ટવીટ નથી કરતો કેમ કે મારા માટે મારો ‘શેપ’ વધુ મહત્ત્વનો હોય છે.’ હવે ટાઈગરની આજથી ‘બાગી-૩’ આવી છે.

અહમદ ખાને આ ફિલ્મનું શુટિંગ એક મહિનામાં પૂરું કરી નાખ્યું હતું. આથી યુનિટને પોસ્ટ પ્રોડકશન માટે થોડો સમય મળી શકે.’આ ફિલ્મના ૯૦ ટકા સીન્સ લાઈવ એક્સન સાથે છે અને અમે દર્શકોને શક્ય એટલા સીન્સ વિઝયુઅલી વાસ્તવિક અને પાવરફૂલ લાગે એવા અમે પ્રયાસ કર્યા છે અને બહુ થોડુ વીએફએક્સ વર્ક છે. જોકે સમયના અભાવે નિર્માતાએ સ્પેશિયલ ઈફેક્ટસના બદલે શોર્ટકટ અપનાવ્યો એમ કહેવું છે ટાઈગરનું.

આ ફિલ્મના પાર્શ્વદ્ભૂમાં સીરિયાનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યા ત્યારે થોડો વિવાદ જરૂર થયો હતો. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફનું પાત્ર એક શક્તિશાળી વ્યક્તિનું છે જે પોતાના દેશ માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરવા તૈયાર હોય છે. જોકે સીરિયા સંદર્ભેની વાત ફિલ્મ સર્જકો કરે તો વધુ સારું એમ કહી તે વાતને વાળી લે છે.