કોરોના વાઈરસના ફેલાવાના કારણે એફએ વીમેન્સ સુપર લીગ, વીમેન્સ ચેમ્પિયનશીપ, તમામ ઈંગ્લિશ પ્રીમિયર લીગ ગેમ્સ, ઇએફએલ ફિક્સ્ચર્સ અને તમામ એલિટ ફૂટબોલ મેચીઝ ઓછામાં ઓછુ તા. 3 એપ્રિલ સુધી સ્થગિત કરવાની જાહેરાત ગયા સપ્તાહે કરાઈ છે. પ્રીમિયર લીગે કહ્યું હતુ કે સ્પર્ધાઓ તા. 4 એપ્રિલે “તબીબી સલાહ અને શરતોને આધિન” ફરી શરૂ થશે. ફૂટબૉલ એસોસિએશને જણાવ્યુ હતુ કે ઇંગ્લેન્ડની ઇટાલી સામે 27 માર્ચે અને તે પછી ડેનમાર્ક સામેના મેચ બંધ રાખવામાં આવી છે.
EFLએ જણાવ્યું હતું કે ક્લબ્સને “ખેલાડીઓની ઉપસ્થિતિ, તાલીમના મેદાનની મુલાકાત અને ફેન મીટિંગ્સ” જેવી “બિન-આવશ્યક પ્રવૃત્તિઓ” સ્થગિત કરવા સલાહ અપાઈ છે. UEFAએ ચેમ્પિયન્સ લીગ અને યુરોપા લીગ સ્પર્ધાઓ સ્થગિત કરી છે. તો શ્રીલંકામાં ઇંગ્લેન્ડની ટેસ્ટ ક્રિકેટ શ્રેણી રદ કરાઈ છે. સ્કોટિશ ફૂટબૉલ સિઝનની બાકીની મેચો, ફોર્મ્યુલા E રદ કરાઈ છે.
આર્સનેલના મેનેજર માઈકલ આર્ટેટાનો વાઈરસ ટેસ્ટ પોઝીટીવ જણાયો હતો. તો ચેલ્સિના સ્ટ્રાઈકર કેલમ હડસને પોતે અસરગ્રસ્ત હોવાનું જણાવ્યું હતુ. એવર્ટને ટીમના ખેલાડીઓમાં ચેપના લક્ષણો હોવાનુ જણાવ્યું હતું.