પ્રેમ કોઈ પણ સ્થાને કોઈપણ સમયે થઈ શકે છે. તે શૂટિંના સેટ પર પણ થઈ શકે છે. તમે ટીવી પર જે કલાકારોને 24 કલાક વર્ષોથી જોઈ રહ્યાં છો તેમને પણ આવો જ કંઈક પ્રેમ થયો છે. ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી સેલિબ્રિટીએ એક સાથે કામ કરતાં કો સ્ટાર્સ સાથે લવ કર્યો છે. આવા કેટલાક કપલ્સની વાત ગરવી ગુજરાત આપની સમક્ષ કરી રહ્યું છે.

View this post on Instagram

Until we meet again Macao! Au revoir #ParisianMacao

A post shared by Vivek Dahiya (@vivekdahiya) on

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા
ભારતીય ટેલિવઝનની સૌથી લોકપ્રિય અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીની શરદ મલ્હોત્રા સાથેની રિલેશનશીપ ખૂબજ જાણિતી છે. બંને જણા 2006થી 2009 સુધી ઝી ટીવી પર પ્રસારિત થયેલા શો બનુ મેં તેરી દુલ્હનમાં સાથે હતાં પણ તેઓની રીલેશનશીપનો 2015માં અંત આવ્યો હતો. ત્યારે દિવ્યાંકા ખૂબજ કપરા સમયમાં પસાર થઈ રહી હતી. જ્યારે 2013થી2019 સુઘી ઝી ટીવી પર પ્રસારિત થયેલા અને સૌથી લોકપ્રિય શો યે હે મોહોબ્બતેમાં તેને એક્ટર વિવેક દહિયા સાથે સંપર્ક થયો હતો. આ મુલાકાતના થોડાક જ સમયમાં વિવેદ દહિયાએ દિવ્યાંકાના બર્થ ડે પર જ પ્રપોઝ કર્યું હતું અને અંતે 8મી જુલાઈ 2016માં ભોપાલમાં તેમનું લગ્ન થયું હતું.

દિપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ
કલર્સ ટીવી પર પ્રસારિત થતા શો સસુરાલ સિમર કામાં દિપિકા અને શોએબ એક બીજાને મળ્યાં હતાં. ત્યારે ઈબ્રાહિમે 2013માં આ શો છોડી દીધો હતો. આ સમયે દિપિકા અને ઈબ્રાહિમને ખ્યાલ આવી ગયો હતો કે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયાં છે. પરંતુ દિપિકા રોનક સેમસન સાથે લગ્નગ્રંથીથી જોડાયેલી હતી. આ બંનેના લગ્ન તૂટવાના આરે હતાં. દિપીકાએ રોનક સાથે 2015માં છૂટાછેડા લીધા હતાં. ત્યાર બાદ તેણે 2017માં નચ બલિયે નામના શોમાં ઈબ્રાહિમ સાથે ભાગ લીધો હતો. આખરે આ કપલે 22 ફેબ્રૂઆરી 2018માં લગ્ન કરી લીધાં હતાં.

View this post on Instagram

Almost time for vacay 🕺💃 @sanayairani

A post shared by Mohit Sehgal (@itsmohitsehgal) on

સનાયા ઈરાની અને મોહિત સેહગલ
2008માં પ્રચલિત થયેલા શો મિલે જબ હમ તુમ નામના શો માં સનાયા ઈરાની અને મોહિત સેહગલની પ્રથમ મુલાકાત થઈ હતી. સનાયા આમતો ટેલિવિઝન શોમાં 2007થી જોડાયેલી હતી. પરંતુ મોહિતે તેની શરુઆત મિલે જબ હમ તૂમ સિરિયલથી કરી હતી. આ સમયે શોની ટીઆરપી પણ ખૂબ હાઈ હતી. આ સમયે બંને જણા એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં અને આખરે 25 જાન્યુઆરી 2016ના રોજ બંને એ લગ્ન કરી લીધાં હતાં.

સરગુન મહેતા અને રવિ દુબે
ઝીટીવી પર 2009-10માં પ્રસારિત થતી સિરિયલ કારોલ બાગમાં સરગુન મહેતા અને રવિ દુબે કામ કરતાં હતાં. બંને જણા આ સિરિયલના સેટ પર જ એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. બંને જણાની દૈનિક મુલાકાતો લાંબા સમય સુધી ચાલી હતી. જ્યારે આ બંનેની ડેટિંગનો અંત આવ્યો અને બંને જણા નચ બલિયે નામના શોમાં જોડાયા. ત્યારે રવિએ સરગુનને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. અંતે બંને કપલ 2013ની 7મી ડિસેમ્બરે લગ્ન ગ્રંથીથી જોડાયા હતાં.

બરખા બિશ્ત અને ઈન્દ્રનિલ સેનગુપ્તા
સ્ટારપ્લસ ચેનલ પર પ્રસારિત થનારા શો પ્યાર કે દો નામ એક રાધા એક શ્યામના સેટ પર બરખા બિશ્ત અને ઈન્દ્રનિલ સેનગુપ્તાની પ્રથમવાર મુલાકાત થઈ હતી. આ શો દર્શકોને ખાસ આકર્ષિત કરી શક્યો નહોતો. પરંતુ બરખા અને ઈન્દ્રનિલ વચ્ચે સંબંધો છે એવી ચર્ચાઓ 2006માં થવા લાગી હતી. બંને જણા પોતાની રીલેશનશીપને લાંબો સમય સુધી છુપાવી શક્યા નહીં અને આખરે તેણણે 2008માં લગ્ન કરી લીધાં હતાં.

ગૌરી પ્રધાન અને હિતેન તેજવાની
ગૌરી અને હિતેન વચ્ચે એક જાહેરાતના કમ્પેઈન દરમિયાન મિત્રતા થઈ હતી. આ બંનેએ 2001-2003 સુધી એકતા કપૂરના શો કુટુંબમાં સાથે અભિનય કર્યો હતો. તેઓ બંને એકબીજાની ખૂબ નજીકમાં હતાં. કુટુંબમાં બંને જણાના અભિનયને દર્શકોએ વખાણ્યો ત્યાર બાદ આ બંને જણા ક્યોંકી સાસ ભી કભી બહુથીમાં પણ સાથે કામ કરતા જાણિતા બન્યાં હતાં. આખરે બંને જણાએ 2003ની 29 એપ્રિલે લગ્ન કર્યાં હતાં અને હાલમાં તેમને બે બાળકો પણ છે.

View this post on Instagram

The love of my life

A post shared by Ram Kapoor (@iamramkapoor) on

ગૌતમી ગડગીલ અને રામ કપૂર
2000-2002માં સોની એન્ટરટેઈન્મેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થયેલા ઘર એક મંદિર શોમાં રામ કપૂર અને ગૌતમી ગડગીલની પ્રથમ મુલાકાત થઈ હતી. તેઓ રાહુલ અને આંચલના નામનથી દર્શકોનો પ્રેમ પામ્યાં હતાં. જ્યારે આ શો અચાનક બંધ થયો ત્યારે આ કપલે 2003 14 ફેબૃઆરીએ લગ્ન કરી લીધાં હતાં. હાલમાં આ બંને જણા લગ્નજીવનની સુખદ પળો માણી રહ્યાં છે અને તેમને બે બાળકો પણ છે.

સાઈ દેઉધર આનંદ અને શક્તિ આનંદ
સાઈ દેઉધર અને શક્તિ આનંદ સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલા શો સારા આકાશમાં લીડ રોલમાં જોવા મળ્યાં હતાં. આ શોના સેટ પર જ તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. તેઓ એકબીજા સાથે ઘણો સમય રહ્યાં અને અંતે તેઓ પ્રેમમા પડ્યાં. આ સમયે સાંઈ અમેરિકાના એક બિઝનેસ મેન સાથે સગાઈ કરી ચૂકી હતી. પરંતુ બાદમાં શક્તિ સાથેની મિત્રતા અને પ્રેમને લીધે તે શક્તિ સાથે જ રહેવા લાગી હતી. તેને એવું લાગતું હતું કે દુનિયામાં શક્તિ જ એક માત્ર તેનો મિત્ર છે. બાદમાં તેણે બિઝનેસમેન સાથેની સગાઈ તોડી નાંખી અને શક્તિ આનંદ સાથે 2005ની 30 જાન્યુઆરીએ લગ્ન કરી લીધાં હતાં.

શલમાલી દેસાઈ અને અવિનાશ સચદેવ
જ્યારે આપણે એવા કલાકારો વિશે વાત કરીએ છીએ કે જેમણે તેમના કો,સ્ટાર્સ સાથે લગ્ન કર્યાં છે. તેમજ સામાન્ય રીતે એવા યુગલો વિશે વિચારીએ છીએ જેમણે રોમેન્ટિક જોડી તરીકે સ્ક્રિન પર રોમાંસ પણ કર્યો હતો. આમાં તમારો વિચાર શું હોઈ શકે? શાલમલી દેસાઈ અને અવિનાશ સચદેવ આ વિચાર પર બંધબેસતા નથી કારણ કે તેમણે સ્ટાર પ્લસ ચેનલ પર એક શોમાં ભાઈ ભાભી જેવા રોલ કર્યાં છે. 2013-15 સુધી સ્ટાર પ્લસ પર ચાલેલા શો ઈસ પ્યાર કો ક્યા નામ દૂ, એક બાર ફિર, આ શો તેના અગાઉના શોની જેમ સફળ ના થયો પણ આ શોએ બંને કલાકારોને એકબીજાની નજીક લાવવાનું કામ કર્યું. જ્યારે આ શો સમાપ્ત થયો ત્યારે બંને કપલે લગ્ન કરી લીધાં હતાં.

 દેબિના બોનરજી અને ગુરમિત ચૌધરી
ટેલિવિઝન સેલિબ્રિટિઝમાં સૌથી ફેવરેટ અને લોકપ્રિય કપલ તરીકે ગુરમિત ચૌધરી અને દેબિના બોનરજી જાણિતા છે. તેઓ સાગર આર્ટ્સના ધાર્મિક શો રામાયણના સેટ પર પ્રથમ વાર એકબીજાને મળ્યાં હતાં. આ શોમાં બંને રામસીતાના રોલમાં જોવા મળ્યાં હતાં. દર્શકો તરફથી આ શોને સારો રીસ્પોન્સ મળ્યો હતો. બંને જણા આ શોથી નજીક આવ્યાં અને આખરે 2011માં તેમણે લગ્ન કરી લીધાં હતાં.