દેશભરમાં 1 સપ્ટેમ્બર, 2019થી મોટર વ્હીકલ એક્ટ-2019 લાગુ થઈ ગયા પછી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું લોકોને ભારે પડી રહ્યું છે. જેમાં કેટલાક મામલાઓમાં તો દંડની રકમ 5 ગણી અને 10 ગણી વધારવામાં આવી છે. જોકે, કેન્દ્ર સરકારના નવા કાયદમાં વડાપ્રધાનના ગૃહ રાજ્ય ગુજરાતમાં રૂપાણી સરકારે પંચર પાડી દીધુ છે. ગુજરાતના વાહન ચાલકોને દંડમાં રાહત મળી છે. રૂપાણી સરકારે રાજ્ય સરકારની સત્તા હેઠળ આવતા દંડની જોગવાઈમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સીટ બેલ્ટ, હેલમેટ અને અડચણરૂપ પાર્કિગના દંડમાં ફેરફાર કરવામાં આવ્યા છે.સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ નવા નિયમો લોકોની સેફ્ટી માટે છે.

16 સપ્ટેમ્બરે નવા નિયમો લાગુ પડશે. કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરૂ કરાવ્યો છે. જે અંતર્ગત જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહી છે. જેનો લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ટ્રાફિકના આ નવા નિયમો ગુજરાતમાં પણ 16 સપ્ટેમ્બરે શરૂ થઈ જશે. ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે અમલ થાય તે માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.રાજ્ય સરકાર 16 સપ્ટેમ્બરથી આ નવા ટ્રાફિક રૂલ્સ લાગુ કરશે. લોકોને નવા ટ્રાફિક રૂલ્સ ના પાલન માટેની પૂર્વ તૈયારી કરવાનો સમય આપતાં સરકારે આ નવા નિયમો 16 સપ્ટેમ્બરથી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

સીએમ રૂપાણીએ જણાવ્યું કે નવા રૂલ્સની 100 ટકા અમલવારી થાય તેમાં રસ છે. આ નિયમો લોકોના હિતમાં છે.ઓવર સ્પીડીંગ અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનના કિસ્સાઓનો ઉલ્લેખ કરતાં સીએમ રૂપાણીએ જણાવ્યું કે, ડીજીટલ એપમાં જે લોકો પોતાના ડોક્યુમેન્ટસ દેખાડશે તેને માન્ય ગણવામાં આવશે.સીટ બેલ્ટ નહી હોય તો 500 રૂપિયા દંડ વસૂલાશે. સ્કૂટર પર ત્રણ કે ચાર સવારી પર 100 રૂપિયા દંડ.કેન્દ્રના મોટર વ્હિકલ એક્ટમાં રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી જેમાં તેમણે કહ્યું કે સરકારનો ઈરાદો લોકો પાસેથી દંડ લેવાનો કે તેમને પરેશાન કરવાનો નથી પરંતુ લોકો સ્વયં શિસ્તથી વાહનો ચલાવવાનો અને નિર્દોષ લોકો તેનો ભોગ ન બને તેનો છે. હું પોતે ગાડીમાં બેસુ છું ત્યારે બેલ્ટ બાંધીને જ બેસું છું આ કાયદો નાના-મોટા કે ગમે તેવા મોટા માણસને પણ લાગુ પડે છે.

તેમણે સ્પષ્ટ કર્યું કે આ નિયમોનો અમલ લોકોને હેરાન કરવા નહિ પરંતુ નાગરિકોની સલામતિ સેફ્ટી માટે છે. રાજ્યમાં આ નિયમોનો સખ્તાઈથી અમલ કરવામાં આવશે તેની વિગત આપતા વિજય ભાઈ રૂપાણી એ કહ્યું કે વાહન ચાલક લાયસન્સ સહિતના જરૂરી દસ્તાવેજો ડિજિટલ ફોર્મમાં એટલે કે મોબાઈલ ફોનમાં સેવ કરેલા હશે તે સંબંધિત અધિકારી માગે ત્યારે બતાવશે તો એ માન્ય ગણાશે એવી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.મુખ્યમંત્રીએ ભારત સરકારે સૂચવેલા દંડની રકમમાં ગુજરાત સરકારે રાહત આપતા દંડની રકમ નક્કી કરી છે એમ પણ જણાવ્યું હતું.