અમેરિકાના પ્રેસિ઼ડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના રોજર સ્ટોનને કોર્ટે 40 મહિનાની સજા ફટકારી છે. સ્ટોનને સંસદીય તપાસમાં અડચણ પેદા કરવા, જુઠ્ઠું બોલવા અને સાક્ષીઓને પ્રભાવિત કરવા સહિતના અન્ય મામલાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. જોકે હાલ સ્ટોનને જેલમાં મોકલામાં આવ્યા નથી. તે ચુકાદાની વિરુદ્ધ ઉપલી કોર્ટમાં અપીલ શકે છે. અમેરિકન કોંગ્રેસ 2016ની પ્રેસિ઼ડેન્ટચૂંટણીમાં રશિયાની દખલ અને ટ્રમ્પની મદદના આરોપની તપાસ કરી રહી છે.
ડિસ્ટ્રિકટ કોર્ટના જજ અમી બર્મન જૈક્સને સ્ટોન પર ચુકાદો સંભળાવતી વખતે કહ્યું સત્ય હાલ પણ જીવીત છે અને તેનું મહત્વ હમેશા રહેશે.

સ્ટોન પોતાને બચાવવા માટે જુઠ્ઠું બોલ્યા. તેના કારણે આપણી મૈલિક સંસ્થાનોને ખતરો છે. આ સંસ્થાન આપણા લોકતંત્રનો પાયો છે. જજે કહ્યું કે સ્ટોનને તાત્કાલિક જેલમાં મોકલવામાં આવશે નહિ. તેમની પાસે ઉપલી કોર્ટમાં અપીલ કરવાનો કાયદાકીય અધિકાર છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ટ્રમ્પે અન્ય એક પોતાના સહયોગી પોલ મૈનફોર્ટને સજા કરવામાં આવ્યા બાદ જજ પર નિશાન સાધ્યું હતું. મૈનફોર્ટને પણ ખોટી રીતે લોબીઈંગ અને સાક્ષીઓને પ્રભાવિત કરવાના આરોપસર દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

સ્ટોન અમેરિકાના રાષ્ટ્રપતિના છઠ્ઠા સહયોગી છે, જેમની પર સત્તાનો દુરઉપયોગ કરવાના આરોપ લાગ્યા છે. જોકે સીનેટે તેમને મહાભિયોગના પ્રસ્તાવમાં બરી કર્યા છે. ગત પ્રેસિ઼ડેન્ટચૂંટણીમાં રશિયાની દખલગીરી અને ટ્રમ્પને ફાયદો પહોંચાડવાની તપાસ વિશેષ અધિકારી રોબર્ટ મુલર કરી રહ્યાં છે. સ્ટોનને તેમણે આરોપી માન્યા હતા. બાદમાં કોર્ટે સ્ટોનને સજા ફટકારી હતી. થોડા દિવસો પહેલા સ્ટોને સોશિયલ મીડિયા પર બંદૂકની સાથે એક ફોટો શેર કર્યો હતો. આ મામલામાં પણ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ મામલાની સુનાવણી પણ અમી બર્મને જ કરી હતી. ત્યારે તેમણે ચેતવણી આપતા સ્ટોનને નિર્દોષ છોડયા હતા.