પ્રતિક તસવીર (Photo by David Rogers/Getty Images)

ઑનલાઇન ખરીદી અને ઘરેથી કામ કરવાના ચલણમાં થઇ રહેલા વધારાને પગલે ઘરોની વધતી જરૂરીયાતને જોતાં યુકેના શહેરોની હાઇ સ્ટ્રીટને હાઉસીંગમાં ફેરવી 800,000 ઘરો બનાવી શકાય તેમ છે એમ સોશ્યલ માર્કેટ ફાઉન્ડેશને દલીલ કરી છે. સરકારે કેટલાક ટાઉન સેન્ટર્સને રહેણાંક કેન્દ્રોમાં ફેરવવા માટે નિયમો બદલવા જોઇએ.

સોશ્યલ માર્કેટ ફાઉન્ડેશન (એસએમએફ)એ જણાવ્યું હતું કે પરંપરાગત હાઇ સ્ટ્રીટને હવે ફરીથી પુનર્જીવીત કરી શકાય તેમ નથી. ઓનલાઇન શોપીંગના કારણે “ઘડિયાળને પાછી ફેરવી શકાય તેમ નથી.” ખાસ કરીને કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન ઑનલાઇન શોપીંગને વેગ મળ્યા બાદ આ અશક્ય છે. ઘરેથી કામ કરવાનું વલણ વધતા સીટી સેન્ટર અને હાઇ સ્ટ્રીટના ફૂટ ફોલમાં ઘટાડો થશે એ ચોક્કસ છે.

ખાલી દુકાનોને ઘર કે ફેલટમાં બદલવા મદદ કરવી જોઇએ. બોરિસ જ્હોન્સન યુકેના પ્લાનીંગ લોને રદ કરવા માટે ઉત્સુક છે અને વર્ષના અંત સુધીમાં નવી યોજનાનો મુસદ્દો ઘડવા માટે ઘણા ભૂતપૂર્વ થિંકટેન્ક નિષ્ણાતોને નંબર 10માં બોલાવ્યા હતા.