The Bangladesh cricket team pose for a group photograph after winning the ICC Under-19 World Cup cricket finals between India and Bangladesh at the Senwes Park, in Potchefstroom, on February 9, 2020. (Photo by MICHELE SPATARI / AFP) (Photo by MICHELE SPATARI/AFP via Getty Images)

સાઉથ આફ્રિકામાં રવિવારે પૂર્ણ થયેલી અંડર 19 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધામાં ભારતને ત્રણ વિકેટે હરાવી બંગલાદેશ ચેમ્પિયન બન્યું હતું.
પોચેફસ્ટ્રોમ ખાતે રમાયેલી ફાઈનલમાં પહેલા બેટિંગ કરતાં ભારતીય ટીમ 47.2 ઓવર્સમાં ફક્ત 177 રન કરી શકી હતી. યશસ્વી જયસ્વાલે 88 રન કર્યા હતા, તે સિવાય તિલક વર્મા 38 અને જુરેલ 22 રન કરી શક્યા હતા, બાકીના બધા બેટ્સમેન એક આંકડાના સ્કોરમાં જ આઉટ થયા હતા.
બંગલાદેશ તરફથી અવિષેક દાસે 9 ઓવરમાં 40 રન આપી ત્રણ વિકેટ ખેરવી હતી, તો શરીફુલ ઈસ્લામ અને હસન સાકિબે બે-બે વિકેટો ઝડપી હતી.
બંગલાદેશની ઈનિંગમાં વરસાદનો વિક્ષેપ આવ્યો હતો અને તેના કારણે મેચ ટુંકાવાઈને 46 ઓવર્સની થઈ હતી. 41મી ઓવર દરમિયાન વરસાદે મેચ અટકાવવાની ફરજ પાડી હતી અને ત્યારે બંગલાદેશનો સ્કોર 163 રન સુધી તો પહોંચી ગયો હતો. પણ મેચ ફરી શરૂ થઈ હતી અને બંગલાદેશને વિજય માટે 170 રનનો ટાર્ગેટ ડકવર્થ એન્ડ લુઈસ મુજબ મળ્યો હતો, જે તેણે સાત બોલ બાકી હતા ત્યારે જ કરી નાખ્યાે હતો. એક તબક્કે બંગલાદેશે 85 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે ભારત માટે થોડી તકો દેખાતી હતી, પણ અકબર અલીએ એક છેડો બરાબર સાચવી રાખતા ટીમને વિજયની મંઝિલે પહોંચાડી હતી. તેણે અણનમ 43 કર્યા હતા, તો પરવેઝ હુસેને 47 રન કર્યા હતા. રવિ બિશ્નોઈ ભારતનો સૌથી વધુ સફળ બોલર રહ્યો હતો, તેણે 10 ઓવરમાં 30 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. ભારતયનો યશસ્વી જયસ્વાલ મેન ઓફ ધી સીરીઝ અને બંગલાદેશનો અકબર મેન ઓફ ધી મેચ રહ્યા હતા. ભારત વતી રવિ બિશ્નોઈએ 10 ઓવરમાં 30 રન આપી ચાર વિકેટ ઝડપી હતી.