કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીના ૧૮મીથી શરૂ થતા લક્ષચંડી મહાયજ્ઞને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાથી મોટી સંખ્યામા પાટીદારો ઊંઝા ઉમિયા ધામ પહોંચી રહ્યા છે. ત્યારે મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞમાં સમગ્ર વિશ્વના 25 જેટલા દેશોમાં રહેતા એનઆરઆઈ પાટીદારો મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞમાં ભાગ લેવા ઊંઝા આવી રહ્યા છે. લક્ષચંડી મહાયજ્ઞની એનઆરઆઈ કમિટીના ચેરમેન ચંદ્રેશભાઈ પટેલ ઉર્ફે ભૂરાભાઈએ જણાવ્યુ હતુ કે કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞને લઈ વિશ્વ ના 35 જેટલા દેશોમાં રહેતા પાટીદારોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતુ. જ્યા મા ઉમિયા નુ તેડું ના વધામણા પણ વિવિધ દેશોમાં કરવામાં આવ્યા હતા. સહુથી વધુ અમેરિકામાંથી દશ હજાર જેટલા પાટીદારો ઉપસ્થિત રહેશે. જયારે કેનેડામાંથી સાત હજાર, લંડનમાંથી પાંચ હજાર ,ઓસ્ટ્રેલિયામાંથી 8 થી દસ હજાર, ન્યુઝીલેન્ડમાંથી 500, પોલેન્ડ 1000, દુબઈમાથી 500 અને ઇજિપ્ત 200, કેન્યા 50 એનઆરઆઈ સહિત કુલ પચાસ હજાર લોકો ઉપસ્થિત રહેશે. વિદેશથી આવનાર એનઆરઆઈઓ હોટલમાં નહીં પરંતુ ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞને લઈ અતિથિ દેવો ભવની ભાવના સાથે પાટીદારોના ઘરે રોકાશે.