માર્ગ અકસ્માતમાં ઈજા પામેલા શબાના આઝમી જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિવટની બેઠી ઉઠાંતરી કરવા માટે ઉર્વશી રાઉતેલના ટ્રોલ થઈ રહી છે. ઉર્વશીએ તાજેતરમાં ટિવટર પર શબાના આઝમી ઝડપથી સાજા થઈ જાય એ માટે કામના કરી હતી. પરંતુ તેની ટવીટ મોદીના શબાના આઝમી માટેના મેસેજની ડીટ્ટો કોપી હતી. ઉર્વશીએ ટિવટ કરી હતી કે શબાના આઝમીને અકસ્માતમાં ઈજા થઈ એ સમાચાર સંતાપ જગાવનારા છે. હું તે ઝડપથી સાજા થાય એ માટે પ્રાર્થના કરું છું. વડાપ્રધાન મોદીએ ટિવટ કરી એવી જ ટિવટ ઉર્વશીએ કરી છે. ટિવટર યુઝર્સે ઉર્વશી સામે પીએમની ટિવટની તફડંચીનો આક્ષેપ કરી ટ્રોલ કરી હતી. અગાઉ પણ અન્ય સેલીબ્રીટીના એકાઉન્ટનું ક્નટેન્ટ ઉઠાવવા બદલ રાઉતેલા ટ્રોલ થઈ હતી. સપ્ટેમ્બર 2018માં ઉર્વશીની તેના સંબંધો બાબતે નકારાત્મક અફવા વિષે ગીગી હદીદની ઈન્સ્ટાગ્રામ પોસ્ટની કોપી કરવા બદલ ધોલાઈ થઈ હતી.