image twitter

અમદાવાદ ખાતે પધારેલા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી દ્વારા તેમનું ભેટીને સ્વાગત થયું ત્યાર બાદ ટ્રમ્પ અને મોદીનો કાફલો શહેરમાં રોડ શો કરીને સીધો જ સાબરમતિ આશ્રમ પહોંચ્યો હતો. જ્યાં ટ્રમ્પ અને તેમના પત્ની મલેનિયા ટ્રમ્પે ગાંધીજીની સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મોદી પણ આ સમયે તેમના ગાઈડ બન્યાં હતાં. ટ્રમ્પે ગાંધીજીનો વ્હાલો ચરખો પણ કાંત્યો હતો. ત્યાર બાદ ટ્રમ્પે આશ્રમની વિઝીટર બુકમાં પોતાના અનુભવોને ટાંક્યાં હતાં. તેમણે ગાંધી આશ્રમમાં વિઝિટર બુકમાં લખ્યું હતું કે અમારા મહાન મિત્ર વડાપ્રધાન મોદીને આ ખાસ મુલાકાત કરાવવા બદલ આભાર. ત્યાર બાદ તેઓ મોટેરા સ્ટેડિયમ જવા રવાના થયાં હતાં.