TOPSHOT - US President Donald Trump and North Korea's leader Kim Jong-un stand on North Korean soil while walking to South Korea in the Demilitarized Zone(DMZ) on June 30, 2019, in Panmunjom, Korea. (Photo by Brendan Smialowski / AFP) (Photo credit should read BRENDAN SMIALOWSKI/AFP via Getty Images)

ઉત્તર કોરિયા અને અમેરિકાની વચ્ચે વધી રહેલા દોસ્તીનાં પગલાં હવે ડગમગતા જોવા મળી રહ્યા છે. બંને દેશોની વચ્ચે પરમાણુ અપ્રસાર સંધિ પર વાતચીત રદ્દ થઈ ગઈ છે. ઉત્તર કોરિયાએ આરોપ લગાવ્યો છે કે અમેરિકા પોતાના ત્યાં થનારી ચૂંટણીમાં વ્યસ્ત છે અને વાતચીતની પહેલ તેણે સમય બચાવવા માટે કરી છે.
રાજદૂત કિમ સોંગે કહ્યું કે, “અમેરિકાની સાથે હવે કોઇપણ પ્રકારની વાતચીત કરવાની જરૂરિયાત નથી. અમેરિકાનાં વલણને જોતા અમે એ કહી શકીએ કે હવે સમાધાનની તક ખત્મ થઈ ગઈ છે.” ઉત્તર કોરિયાની કેસીએનએ ન્યૂઝ એજન્સીએ સોંગનાં નિવેદન બાદ સેટેલાઇટ લૉન્ચ સાઇટથી ‘ઘણો જ મહત્વનો ટેસ્ટ’ કરવામાં આવ્યો તેની જાહેરાત કરી. જો કે અત્યાર સુધી એ નક્કી ના થઈ શક્યું કે આખરે આ ટેસ્ટ કયા પ્રકારનો હતો.
રિપોર્ટ્સ પ્રમાણે જે જગ્યાએ આ ટેસ્ટ કરવામાં આવ્યો તે સોહાએ સેટેલાઇટ લૉન્ચ સાઇટ છે. ઉત્તર કોરિયા આ જગ્યાએથી ઘણીવાર મિસાઇલ એન્જિનની ટેસ્ટિંગ અને રૉકેટ લૉન્ચ કરી ચુક્યુ છે. દક્ષિણ કોરિયા તરફથી આ ટેસ્ટ પર કોઇ નિવેદન સામે આવ્યું નથી. દક્ષિણ કોરિયાનાં સિસ્ટમે ઉત્તર કોરિયાનાં આ મિસાઇલ લૉન્ચ પર અત્યાર સુધી કોઈ એલર્ટ નથી મોકલ્યું.
ઉત્તર કોરિયાનાં નિવેદનનાં કેટલાક કલાક બાદ મીડિયા સાથે વાત કરતા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, “અમે ઉત્તર કોરિયા પર વિચાર કરીશું. ઉત્તર કોરિયાનાં નિવેદનનાં કેટલાક કલાક બાદ મીડિયા સાથે વાત કરતા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, “અમે ઉત્તર કોરિયા પર વિચાર કરીશું. ઉત્તર કોરિયાનું શત્રુ તરીકે સામે આવવું ચોંકાવનારું છે.”
તેમણે કહ્યું કે, “કિમ જોંગ ઉનની સાથે મારા સારા સંબંધ છે. મને લાગે છે કે અમે બંને આને જાળવી રાખવા ઇચ્છશું. તેમને ખબર છે કે મારે ચૂંટણીની તૈયારી કરવાની છે. મને નથી લાગતુ કે તેઓ આમા હસ્તક્ષેપ કરવા ઇચ્છશે, પરંતુ જોવુ પડશે શું થાય છે.”