બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને ઋત્વિક રોશનની ફિલ્મ વોર 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને પોઝિટિલ રિએક્શન મળ્યું હતું અને બોક્સઓફિસ પર તે સારો બિઝનેસ કરે તેવી આશા છે. ફિલ્મમાં એક્શન, સસ્પેંસ અને થ્રિલર જબરદસ્ત છે અને સિદ્ધાર્થ આનંદ દર્શકો પર પોતાનો જાદુ ચલાવવામાં કામયાબ રહી છે. ફિલ્મમાં એક્શન, સસ્પેંસ અને થ્રિલર જબરદસ્ત છે . ફિલ્મમાં ઋત્વિક અને ટાઈગર શ્રોફનું કામ સારું છેવોરમાં કુલ 2 સોન્ગ છે. જેમાંથી એકમાં ટાઈગર શ્રોફ અને ઋત્વિક રોશન સાથે ડાન્સ કરતાં જોવા મળે છે. આમ તો બંને સ્ટાર્સ ડાન્સની બાબતમાં ધુરંધર છે. પણ ઋત્વિકનો ડાન્સમાં અનુભવ જોવા મળે છે. જે તેણે આ ઓછા સમયમાં કરી બતાવ્યો. જ્યાં સુધી ટાઈગર શ્રોફ સ્ક્રીન પર જોવા મળી છે ત્યાં સુધી તેના પર ધ્યાન કેન્દ્રિત રહે છે પણ જેવો ઋત્વિક એન્ટ્રી કરે છે તો પૂરેપૂરું અટેન્શન તેને મળે છે.ઋત્વિક રોશનને આપણે બેંગ બેંગ અને ધૂમ-2 જેવી ફિલ્મોમાં જબરદસ્ત એક્શન સીન્સ કરતો જોવા મળ્યો હતો. ફાઈટ સીન્સની વાત કરીએ તો બંને એકબીજાને ટક્કર આપતાં જોવા મળ્યા છે. જોકે ટાઈગરના સ્ટંટ્સમાં તેની ઉંમર પ્રમાણે એનર્જી જોવા મળે છે. ત્યારે ઋત્વિક ઝડપના મામલામાં થોડો ધીમો પડતો જોવા મળ્યો છે. પણ તે પોતાના એક્સપ્રેશન્સ જાળવી રાખે છે..ઋત્વિક રોશન ફિલ્મ ઈંડસ્ટ્રડીનો જૂનો ખેલાડી છે અને અભિનયના મામલે તે અનુભવ વાળો છે. ઋત્વિકના આજ એક્સપ્રેશન, મૂવમેન્ટ અને બાકી રહેલી વસ્તુઓમાં ટાઈગરની સામે બાજી મારતો જોવા મળે છે.