પ્રશ્નકર્તા ઃ આજકાલ આપણે ઘણા બધા લોકોને સારવાર લેવા માટે મનોચિકિત્સકો પાસે જતા જોઇએ છે આપણે આટલા બધા મુશ્કેલીગ્રસ્ત, સમસ્યા પીડિત કે તણાવગ્રસ્ત શા માટે છીએ?
સદ્્ગુરુ – આજે હાલત એવી છે કે 90 ટકા લોકો માનસિક બિમારીના વિભિન્ન તબક્કામાં જીવી રહ્યા છે. આવી માનસિક બિમારી ઘણી વખત સંભાળી કે સાચવી લેવાય તેવી હોય છે તો ઘણી વખત બેકાબુ હોય છે. સંભાળી સાચવી લેવાય તેવી સ્થિતિમાં પણ ગાંડપણ તો છે જ, તમામ સાયકોલોજીસ્ટો તથા સાઇકી આસ્ટ્રીસ્ટો એ માત્રને માત્ર માનસિક બિમારોનો જ અભ્યાસ કર્યો છે. ફોઇડ જેવા લોકોને અભ્યાસ કરવા ક્યારેય કોઇ વિષ્ટીકાર કે બુદ્ધ મળયા ન હતા. ફ્રોઇડે પણ માનસિક બિમારીના વિભિન્ન તબક્કા વાળા લોકોનો અભ્યાસ કર્યો હતો જેમાં સાચવી શકાય અને કાબુ બહારના માનસિક બિમારોનો જ સમાવેશ થતો હતો.
આવા પાગલોનો અભ્યાસ કરનાર પોતે પણ તેટલો જ પાગલ છે. તેટલું જ નહીં તેણે પણ તેની મર્યાદાઅો અોળંગી હશે.
તમને ચિંતા, ડર, માનસિક તણાવ કે અન્ય કોઇ પણ માનસિક બિમારી હોય સાયકોલોજીસ્ટો અને સાઇકીઆટ્રીસ્ટો તો તમને સંબંધિત શ્રેણીમાં તારવાણીનું નિદાન આપી તમને સારવાર આપવાના પણ આ સારવાર કેવી, તે લોકો તો સમગ્ર પરિસ્થિતિમાં કેટલીક અને સમતુલા જાણવવા પ્રયાસ કરી તમારી બિમારીને સંભાળી શકાય તેવા સ્તરમાં મુક્તા હોય છે તેઅો તમને કાંઇ ડાહ્યાડમરા બનાવતા નથી. કોઇ તમને ડાહ્યોડમરો શાણપણભર્યો બનાવી જ ના શકે, મહેરબાની, કરીને આ વાતને સમજો. તમારી માનસિક બિમારીની સારવાર કરનારાઅો તમને કાબુ બહારના ગાંડપણમાંથી સંભાળી કે સાચવી શકાય તેવી ગાંડપણની અવસ્થામાં લાવતા હોય છે. અને ગાંડપણને કેવી રીતે સાચવી લેવું તેની પ્રયુક્તિ સૌ કોઇએ શીખેલી છે.
આધ્યાત્મિક્તાની પ્રક્રિયા એ સાચવી શકાય તેવા ગાંડપણની સ્થિતિમાં જવું તેમ નથી. આધ્યાત્મિક્તા તો એટલી હદે ગાડા બનવાની પ્રક્રિયા છે. કે જેમાં તમે ડાહ્યાડમરા અને શાણા થઇ જાઅો છો. તમે ગાંડપણની મર્યાદાઅો વટાવો છો તે પછી તમે ચોક્કસપણે શાણપણભર્યા થાઅો છો.
તમે ગાંડપણ સાથે જ જન્મ્યા છો. તમે તમારી જાત સાથે જે બંધનો ઉભા કર્યા છે, તમે તમારી જાત માટે જે મર્યાદાઅો ઉભી કરી છે. શું તે ગાંડપણ નથી? જો કોઇ ગાંડો માણસ કોઇ દોરડું કે સાંકળ વિના પણ પોતાની જાતને થાંભલે બંધાયેલો વિચારે તો તમે તેને ગમે તે કહેશો પણ તે સાંભળશે નહીં કારણ કે તે પોતાને થાંભલે બંધાયેલો જ કલ્પી રહ્યો છે. શું આજે પ્રત્યેક માનવી કોઇને કોઇ થાંભલે બંધાયેલી કાલ્પનિક હાલતમાં જીવી રહ્યો નથી?
આધ્યાત્મિક માર્ગે વળેલો માણસ કેમ પૂર્ણતયા તરંગી લાગે છે કારણ કે તેણે પોતાને ગાંડપણની હદથી પણ આગળ ધકેલી દીધી હોય છે અને આ એવી સ્થિતિ છે તેને કોઇ વધુ સ્પર્શી શકતું નથી. તમારામાં અનુભવાતી આવી સ્થિતિને શાંિત કહે છે જો તમે વિચલિત થયા પછી શાંતિપૂર્ણ બનવા જાઅો છો તો તે શાંતિ નથી તે તો માત્ર નરમાશ છે. આવી શાન્તિ પૂર્ણતયા શાંત વાવાઝોડાની આંખ સમાન છે આવી શાંતિથી મૂર્ખ બનો નહીં તે ક્ષણિક નજીવી રાહત છે. તે પછી ફરી આંધિ આવી પણ શકે અને અગાઉ કરતાં પણ વધારે ખરાબ હોઇ શકે. અસ્તિત્વમાંનું તમામ આવું છે. જે કાંઇ પણ ઝડપભેર ફૂંકાય છે તે પણ આવું જ છે. તે ફૂંકાશે, થોડો પોરો ખાશે અને ફરીથી ફૂંકાશે આપણે મગજ પણ આવંુ જ છે. શાંતિ અશાંતિના આવેગ કે ઉભરા આવતા જ રહે છે. પરંતુ શાંતિ વખતે તેમ ના માની લેતા કે તે શાંતિ છે, તે તો ગાંડપણનો વિરામ જ છે.
આધ્યાત્મિક માર્ગ ઉપર ગાંડપણ સાથે વ્યવહારનો અલગ જ માર્ગ હોય છે. સામાન્યતઃ જ્યારે કોઇ માણસ માનસિક તકલીફથી પાગલ થાય છે ત્યારે તેને કોઇ આશ્રમ કે મોન્ટે સરીના માસ્ટર પાસે લઇ જવાતો હોય છે. જો આવા માણસને ઘેર રાખવામાં આવે કે હોસ્પિટલમાં લઇ જવામાં આવે તો તેની દેખભાળ રાખવા કોઇને કોઇ હાજર હોય છે. પરંતુ જો આવા માણસને બૌદ્ધ મઠમાં લઇ જવામાં આવે તો તેને એકલો છોડી દેવાતો હોય છે. આવો એકલો અટલો પાગલ ચીસો પાડે, પથરા ફેંકે ઘાંટાઘાંટ કરે કે પછી ગમે તે કરી તેની તરફ ધ્યાન આપ્યા વિના સૌ પોતપોતાના કામમાં મસ્ત રહેતા હોય છે. થોડાક જ દિવસોમાં પેલો પાગલ તેનો ઉભરો શાંત પડતાં શાંત થઇ જતો હોય છે, તેનું ગાંડપણ પ્રદર્શિત થતું નથી.
ગાંડપણ એ તમારા અહંમનો ઉભરો માત્ર છે બૌદ્ધમઠમાં રહેલા પાગલને કોઇ બોલાવે નહીં, ચિંતા ન કરે કે પછી ખાવા માટે પણ બોલાવે નહીં. જો તેને ભૂખ લાગશે તો તે આપોઆપ આવવાનો જ છે.
અને આમને આમ બધું સામાન્ય બનવા લાગૈે છે આવા યોગ્ય વાતાવરણમાં ઉર્જાવાન બનતા પેલો પાગલ પણ શાંત મુદ્રામાં આગળ આવીને મને ધ્યાન શીખવો તેમ કહેશે આમ પાગલપણાને અવગણાશો તો આપમેળે ભાગી જશે.
– Isha Foundation