LONDON, ENGLAND - MAY 19: Julian Assange steps out to speak to the media from the balcony of the Embassy Of Ecuador on May 19, 2017 in London, England. Julian Assange, founder of the Wikileaks website that published US Government secrets, has been wanted in Sweden on charges of rape since 2012. He sought asylum in the Ecuadorian Embassy in London and today police have said he will still face arrest if he leaves. (Photo by Jack Taylor/Getty Images)

લંડનના 60 જેટલા ડોક્ટરોએ એક ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્ર ગયા સપ્તાહે પ્રકાશિત થયો છે. આ પત્રમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે ડોક્ટરોને ડર છે કે વિકીલીક્સના સંસ્થાપક જૂલિયન અસાંજે (48)નું જેલમાં જ મૃત્યુ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા મૂળના અસાંજેને અમેરિકા બ્રિટનથી પ્રત્યાર્પિત કરવા માગે છે અને તેની સામે તે સતત લડત કરી રહ્યો છે. અસંજે લંડનની બેલમાર્શ જેલમાં બંધ છે.
ડોક્ટરોએ બ્રિટનના ગૃહપ્રધાન પ્રીતિ પટેલ, આંતરિક બાબતના પ્રધાન સહિત અનેક મહત્વના લોકોને એક પત્ર લખ્યો છે. તેમા તેમણે અપીલ કરી છે કે અસાંજેને બેલમાર્શ જેલથી યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. અસાંજે પર જાસૂસી કાયદા અંતર્ગત આરોપ લગાવવામાં આવ્યો છે. જો અમેરિકામાં તે દોષી ઠરાવવામાં આવશે તો તેને 175 વર્ષની જેલની સજા થઈ શકે છે.
ડોક્ટરોએ 16 પેજનો એક પત્ર લખ્યો છે, જેમાં મેડિકલ વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી અમે કહી શકીએ છીએ કે જૂલિયન અસાંજેની શારીરિક અને માનસિક સ્થિતિ ગંભીર છે.
તેમણે તાત્કાલિક ફિજીકલ અને સાઈકોલોજીકલ સહાયતાની જરૂર છે. તેમને વધારે ઉપકરણવાળી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે.
અસાંજેને યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલ શિફ્ટ કરી શકાય છે. જો તેમનો યોગ્ય ઈલાજ કરવામાં નહીં આવે તો તેમનું મોત થઈ શકે છે. પત્ર લખનારા અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, સ્વીડન, ઈટલી, જર્મની, શ્રીલંકા અને પોલેન્ડના ડોક્ટરોનો સમાવેશ થાય છે.
ડોક્ટરોના સાક્ષીઓના નિવેદન અને સંયુક્ત રાષ્ટ્ર તરફથી નિયુક્ત સ્પેશ્યલ રિપોર્ટર નીલ્સ મેલ્જરના અહેવાલને આધારે આ માહિતી આપાવમાં આવી છે. લંડનની કોર્ટમાં 21મી નવેમ્બરના રોજ સાક્ષીઓએ અસાંજેને લઈ એક નિવેદન આપ્યું હતું. તેઓ 1લી નવેમ્બરના રોજ કોર્ટમાં મેલ્જરમાં નિવેદન આપ્યું હતું. મેલ્જર સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર નિષ્ણાત પણ ચે. તેમણે જણાવ્યું હતું કે અસાંજેને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. જેની કિંમત તેમણે તેમનું જીવન આપી ગુમાવી પડે તેવી સ્થિતિ છે.
અસાંજેને વિકીલીક્સ મારફતે 2010માં અમેરિકી મિલિટ્રી અને ડિપ્લોમેટીક ફાઈલને સાર્વજનિક કરવાનો આરોપ છે. તેમા અફઘાનિસ્તાન અને ઈરાકમાં અમેરિકી બોમ્બમારાનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. આ માહિતી પ્રસિદ્ધ થયા બાદ અમેરિકી સરકારને તેની ખૂબ જ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. અસાંજે 6 મહિનામાં પ્રથમ વખત સાર્વજનિક રીતે દેખાયા છે.
ગયા મહિને તેઓ કોર્ટમાં સુનવણી માટે આવ્યા હતા. તે સમયે તેઓ ઘણા કમજોર દેખાતા હતા. તેમની જન્મ તારીખ પણ તેમને યાદ ન હતી. સુનવણી બાદ ન્યાયમૂર્તિ વેનીસા બેરેટસરે કહ્યું હતું કે કોર્ટમાં શું થયું તે અંગે અસાંજેને કંઈ જ સમજમાં આવ્યું ન હતું.