વિશ્વ બેન્કની ઈઝી ઓફ ડૂઈંગ બિઝનેસની વર્ષ 2019-20 ની યાદીમાં ભારત 63મા રેન્ક પર આવી ગયું છે. ભારતના રેન્કિંગમાં 14 સ્થાનનો સુધારો થયો છે. વર્ષ 2018-19 ની યાદીમાં ભારત 77મો રેન્ક હતો. ભારત સતત ત્રીજા વર્ષ અર્થવ્યવસ્થાની બાબતમાં મોખરાના 10 સુધારક દેશમાં સામેલ છે. વિશ્વ બેન્કમાં ડેવલપમેન્ટ ઈકોનોમિક્સના ડાયરેક્ટર સિમિયોન જાનકોવના મતે ભારત ત્રીજી વખત ઈઝી ઓફ ડૂઈંગ બિઝનેસ રેન્કમાં સુધારાની બાબતમાં મોખરાના 10 સ્થાનમાં સામેલ થયેલ છે. 20 વર્ષના પ્રોજેક્ટમાં ઘણા ઓછા દેશોને આટલી સફળતા હાંસલ થઈ છે. આ બાબતમાં અન્ય અનેક દેશોએ ઘણી સફળતા મેળવી છે. ઈઝી ઓફ ડૂઈંગ બિઝનેસમાં ભારત ઉપરાંત મોખરાના 10 સુધારક દેશમાં સાઉદી અરબર (63), જોર્ડન (75), ટોગો (97), બહેરીન (43), તઝાકિસ્તાન (106), પાકિસ્તાન (108), કુવૈત (83), ચીન (31) અને નાઈઝેરિયા (131) નો સમાવેશ થાય છે.